________________
૫૦ વ્રતસ્થાપનાવતુક |ો રાતવ્યાન' દ્વાર/પેટા દ્વાર: “કવિત’ | ગાથા ૨૪૪, ૪પ થી ૬૪૮ ગાથાર્થ :
પૂર્વપક્ષી કહે છે કે બધિરાદિની દ્રવ્યેન્દ્રિય દેખાય છે, એ રીતે એકેન્દ્રિયોની દેખાતી નથી, માટે બધિરાદિના દષ્ટાંત દ્વારા એકેન્દ્રિયોમાં જીવત્વ સિદ્ધ થાય નહિ. તેને ગ્રંથકાર કહે છે કે કર્મપરિણતિથી ચઉરિન્દ્રિયોની જેમ દ્રવ્યેન્દ્રિય તે પ્રકારે એકેન્દ્રિયોને નથી.
ટીકા : ___ आह-ननु तेषां-बधिरादीनां दृश्यते द्रव्येन्द्रियं-निर्वृत्त्युपकरणलक्षणं, नैवमेतेषाम् एकेन्द्रियाणाम्, अत्रोत्तरमाह-तद्-द्रव्येन्द्रियं कर्मपरिणतेः कारणात् न तथा तिष्ठत्येव चतुरिन्द्रियाणामिव, तथाहिचतुरिन्द्रियाणां श्रोत्रद्रव्येन्द्रियमपि नास्ति, अथ च ते जीवा इति गाथार्थः ॥६४४॥ * “વથરાવીન"માં મારિ પદથી અંધાદિ મનુષ્યોનું ગ્રહણ છે. * “શત્રક્રિયા ''માં “પિ'થી એ સમુચ્ચય કરવો છે કે ચઉરિન્દ્રિય જીવોને શ્રોત્રની દ્રવ્યઇન્દ્રિય હોય તો. તો જીવત હોઈ શકે, પરંતુ શ્રોત્રની દ્રવ્યઇન્દ્રિય પણ નથી, છતાં જીવત્વ છે. ટીકાર્થ :
માદથી પર શંકા કરે છે – ખરેખર તેઓની=બહેરા આદિની, નિવૃત્તિ અને ઉપકરણ સ્વરૂપ દ્રવ્યઇન્દ્રિય દેખાય છે, એ રીતે આમની એકેન્દ્રિયોની, નથી દેખાતી નથી. અહીં પરની શંકામાં, ગ્રંથકાર ઉત્તરને કહે છે– કર્મની પરિણતિરૂપ કારણથી તે દ્રવ્યઇન્દ્રિય, ચઉરિન્દ્રિયોની જેમ તે પ્રકારે=જે પ્રકારે બધિરાદિને છે તે પ્રકારે, એકેન્દ્રિયોને નથી જ.
હવે દ્રવ્ય ઇન્દ્રિય વગરના ચઉરિન્દ્રિયોના દૃષ્ટાંત દ્વારા એકેન્દ્રિયોમાં જીવત્વ સિદ્ધ કરવા માટે તે ચઉરિન્દ્રિયોનું દૃષ્ટાંત સ્પષ્ટ કરતાં તથાદિ થી ગ્રંથકાર કહે છે –
ચઉરિન્દ્રિયોને શ્રોત્રની દ્રવ્યઇન્દ્રિય પણ નથી, છતાં તેઓ=ચઉરિન્દ્રિયો, જીવ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
અહીં પૂર્વપક્ષી શંકા કરે છે કે બહેરા વગેરે મનુષ્યોમાં શ્રવણશક્તિ વગેરે ન હોવા છતાં નિવૃત્તિ અને ઉપકરણ રૂપ દ્રવ્યન્દ્રિય દેખાય છે, જ્યારે એકેન્દ્રિયોમાં તો દ્રવ્યઇન્દ્રિય પણ દેખાતી નથી; આથી એકેન્દ્રિયોમાં બધિરાદિના દાંતથી જીવત્વ ઘટી શકે નહિ. આ પ્રકારની પૂર્વપક્ષીની શંકાના સમાધાન રૂપે ગ્રંથકાર કહે છે
ચઉરિન્દ્રિયોની જેમ એકેન્દ્રિયોને કર્મપરિણામના વશથી દ્રવ્ય ઇન્દ્રિય હોતી નથી અર્થાતુ ચઉરિન્દ્રિયોમાં જેમ શ્રોત્રરૂપ એક દ્રવ્યેન્દ્રિય નહીં હોવા છતાં જીવત્વ છે, તેમ એકેન્દ્રિયોમાં પણ ચાર દ્રવ્યન્દ્રિય નહીં હોવા છતાં જીવત્વ ઘટી શકે છે. ૬૪૪
અવતરણિકા :
ગાથા ૬૩૮થી ૬૪૪માં એકેન્દ્રિયાદિમાં જીવત્વ સ્થાપન કર્યું, ત્યાં શંકા થાય કે પૃથ્વી આદિમાં એક ઇન્દ્રિય સ્વીકારીને જીવત્વની સિદ્ધિ કરી, પરંતુ પૃથ્વી આદિમાં ચેતના છે તેવું પ્રમાણ ન મળે ત્યાં સુધી પૃથ્વી આદિ પદાર્થોમાં સ્પર્શનરૂપ એક ઇન્દ્રિય છે, તેવું કઈ રીતે માની શકાય? અને પૃથ્વી આદિમાં એક ઇન્દ્રિય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org