________________
૪૪ વ્રતસ્થાપનાવસ્તુક/લેખ્યો રાતવ્યનિ' દ્વાર/પેટા દ્વાર: “કથિત’ | ગાથા ૬૩૮, ૬૩૯ થી ૪૪૧
મારિ શબ્દથી અંધાદિનો પરિગ્રહ છે અર્થાતુ“વધિઓમાં મારિ શબ્દથી આંધળા વગેરે મનુષ્યોનો પરિગ્રહ છે, અને “શ્રોત્રારિ''માં મારિ' પદથી ચક્ષુરાદિ ઇન્દ્રિયોનું ગ્રહણ છે. રૂતિ ગાથાર્થ. એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ :
એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના જીવોમાં પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એમ છ જવનિકાયની પ્રાપ્તિ છે. તેમાંથી એકેન્દ્રિયમાં સચેતનત્વની સિદ્ધિ કરવા અર્થે ગ્રંથકાર યુક્તિ આપે છે –
જેવી રીતે તે પ્રકારના કર્મવિપાકના ઉદયથી શ્રોત્રાદિ ઇન્દ્રિયોનો વિગમ હોવા છતાં પણ બધિરાદિ મનુષ્યોમાં જીવત્વ છે, તેવી જ રીતે રસના વગેરે ચાર ઇન્દ્રિયોનો અભાવ હોવા છતાં પણ એકેન્દ્રિયમાં સ્પર્શનરૂપ એક ઇન્દ્રિયનો સદ્ભાવ છે, તેથી એકેન્દ્રિયમાં જીવત્વ છે.
વળી, બહેરા, આંધળા મનુષ્યોને બહેરા, આંધળા થવાને અનુકૂળ કર્મવિપાક હોવાથી તે તે દ્રવ્યેન્દ્રિયનો અભાવ છે, છતાં તેઓમાં જીવત્વ પ્રત્યક્ષસિદ્ધ છે. આ દૃષ્ટાંતથી ગ્રંથકારને જણાવવું છે કે એકેન્દ્રિયમાં પણ તેવા પ્રકારના કર્મોદયને કારણે શ્રોત્રાદિ ચાર ઇન્દ્રિયોનો અભાવ છે, તોપણ તેઓમાં સ્પર્શેન્દ્રિયનો ભાવ હોવાથી જીવત્વ છે.
પૂર્વગાથામાં કહેલ કે હેતુ અને દાંત દ્વારા કાય-વ્રતો નહીં કહીને શૈક્ષની વ્રતસ્થાપના કરવી જોઈએ નહિ, તેથી પ્રસ્તુત ગાથામાં પૃથ્વી આદિ પાંચ કાયરૂપ એકેન્દ્રિયમાં જીવત્વની સિદ્ધિ કરવા માટે “રસનાલીનાં mક્રિયા સમાવેfપર્શનમાવવ' એ પ્રકારના હેતુ દ્વારા અને શ્રોત્રવિવિખેડપિ વધરવીનામવ' એ પ્રકારના દૃષ્ટાંત દ્વારા પ્રક્રિયા થા.' એ પ્રકારનું અનુમાન કરેલ છે. I૬૩૮
અવતરણિકા :
તથા ૨ –
અવતરણિતાર્થ
પૂર્વગાથામાં હેતુ અને દૃષ્ટાંતથી એકેન્દ્રિયમાં જીવત્વ સ્થાપન કર્યું. હવે ચઉરિન્દ્રિયથી માંડીને એકેન્દ્રિય સુધીમાં જીવત્વ દઢ કરવા માટે ગાથા ૬૩૯-૬૪)માં તર્ક બતાવે છે –
અને તે રીતે –
ગાથા :
जइ णाम कम्मपरिणइवसेण बहिरस्स सोअमावरिअं।
तयभावा सेसिंदिअभावे सो किं नु अज्जीवो ? ॥६३९॥ અન્વયાર્થ:
નરેંજ મેપરિવણે કર્મની પરિણતિના વશથી વદ-બધિરનું–બહેરા મનુષ્યનું, સોગંશ્રોત્ર શ્રોત્રેન્દ્રિય, વરિdi-આવૃત છે, (તો) તયમીવ તેના=શ્રોત્રેન્દ્રિયનો, અભાવ હોવાથી સિં૩િમાવેશેષ ઇન્દ્રિયોના ભાવમાં નુ ખરેખર વિં=શું તો આ=બધિર મનુષ્ય, સન્નીવો ?–અજીવ છે?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org