________________
વ્રતસ્થાપનાવસ્તુકા‘એગ્રો વાતવ્યનિ' દ્વાર/પેટા દ્વાર: “પઠિત-કથિત’ / ગાથા ૬૩૩ થી ૩૦, ૬૩૦ ૪૧
આવા પ્રકારની ઉપસ્થાપનાકાળની વિવેકવાળી વિધિ પૂ.ભદ્રબાહસ્વામી આદિએ આરાધક જીવોના આત્મકલ્યાણ અર્થે બતાવી છે, જેથી નાનાં નિમિત્તો પામીને શૈક્ષ રોષિત થઈને દીક્ષા છોડવા દ્વારા કે ગુરુ આદિ પર અપ્રીતિ કરવા દ્વારા દુર્લભબોધિ ન થાય અને પોતાનો યત્કિંચિત્ પ્રકૃતિદોષ દૂર કરી શકે.
વળી, વ્રતસ્થાપનાની ભૂમિને સર્વ શૈક્ષો સાથે પ્રાપ્ત થયા હોય અને તેઓમાં રાજા એક જ હોય, તો મંત્રી આદિ સર્વમાં રાજાને રાત્વિક કરવો, પરંતુ બધાને સરખા કરવા નહિ; અને બે વગેરે રાજાઓ સાથે પ્રવ્રજિત અને સાથે પ્રાપ્ત થયેલ હોય તો વ્રતઆરોપણકાળમાં કોઈને નાના-મોટા કરવા નહિ, પરંતુ સર્વ રાજાઓને ગુરુની બે બાજુ ઊભા રાખીને વ્રતો ઉચ્ચરાવવાં, જેથી બધા રાજાઓ સમાન રાત્વિક થાય. વળી પિતા-પુત્રાદિના સંબંધથી નહીં બંધાયેલ એવા ઘણા શૈક્ષો ઉપસ્થાપનાની ભૂમિને સાથે પ્રાપ્ત થયેલ હોય, તો તેઓમાં પિતા-પુત્ર વગેરે જેવો કોઈ વિશેષ સંબંધ નહીં હોવાથી તેઓને કોઈ સૂચન વગર ક્રમસર ઊભા રાખીને વ્રતો ઉચ્ચરાવે, જેથી તેઓમાં ગુરુની નજીક ઊભો રહેલો શૈક્ષ અન્ય શૈક્ષોમાં રત્નાધિક થાય, અને ગુરુથી દૂર-દૂરતર ઊભા રહેલા શૈક્ષો ગુરુની નજીક ઊભા રહેલા શૈક્ષો કરતાં પર્યાયમાં કનિષ્ઠ થતા જાય, અને ગુરુની બંને બાજુ સામ-સામા ઊભા રહીને વ્રતો ઉચ્ચરનારા શૈક્ષો સમાન રાત્વિક થાય, આ પ્રકારની શાસ્ત્રમર્યાદા છે. એ સિવાય બે ઐશ્વર્યવાળા, બે શ્રેષ્ઠી, બે વાણિયા, બે ગોઠિયા, બે મોટાં કુળોવાળા અને બે નાના છોકરાઓ વ્રતસ્થાપનાની ભૂમિને સાથે જ પ્રાપ્ત થયા હોય, તો તે સર્વમાંથી કોઈને નાના-મોટા ન કરવા, પરંતુ ઈશ્વરાદિ બધા શૈક્ષોને સમાન રાત્વિક કરવા; છતાં આ બધામાંથી પણ જે શૈક્ષો પહેલાં પ્રાપ્ત થયા હોય, તેઓની પહેલાં જ ઉપસ્થાપના કરવી; જેથી પહેલા પ્રાપ્ત થયેલ શૈક્ષો રત્નાધિક થાય. આ પ્રકારનો ગાથા ૬૩૩થી ૬૩૬નો સંક્ષેપાર્થ છે. ૬૩૩/૬૩૪/૬૩૫/૬૩૬ll
અવતરણિકા : __ एवं व्यतिरेकतोऽप्राप्तविधिरुक्तः, साम्प्रतमकथनविधिमाह - અવતરણિકાઈ:
આ રીતે=ગાથા ૬૨૧થી ૬૩૬માં દર્શાવ્યું એ રીતે, વ્યતિરેકથી અપ્રાપ્તવિધિ કહેવાઈ. હવે અકથનવિધિને કહે છે –
ભાવાર્થ :
ગાથા ૬૨૧થી ૬૩૬ સુધીમાં દીક્ષા ગ્રહણ કર્યા બાદ શસ્ત્રપરિજ્ઞા આદિ ઉચિત સૂત્ર ભણવા દ્વારા પર્યાયથી વ્રતસ્થાપનાને યોગ્ય પ્રાપ્ત ન હોય તેવા રાજા-પિતાદિ શૈક્ષોમાં વ્રતોની ઉપસ્થાપના ન કરવી, એ રૂપ વ્યતિરેકથી અપ્રાપ્તવિધિ કહેવાઈ. હવે ઉચિત સૂત્રથી પ્રાપ્ત પણ શૈક્ષોને સૂત્રના છકાયાદિરૂપ અર્થનું કથન ન કર્યું હોય તો તેઓની વ્રતસ્થાપના ન કરવી, એ રૂપ વ્યતિરેકથી અકથનવિધિને કહે છે – * અહીં પ્રાપ્તવિધિ અને માથવિધિ: એ બંનેની સાથે “વ્યતિરેક" શબ્દનું જોડાણ છે, અને વ્યતિરેક એટલે વ્રતસ્થાપના કરવાનો અભાવ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org