________________
૩૪
વ્રતસ્થાપનાવસ્તુક જેગો વાઈર' દ્વારા પેય દ્વાર “ઠિત | ગાથા ૨૨, ૨૩ થી ૩૦ વ્રતસ્થાપના થઈ શકે. આ કથન સંવલ કષાયના ઉદયથી અપ્રજ્ઞાપનીયતા પામેલ જીવોને આશ્રયીને જ છે, અન્ય જીવોને આશ્રયીને નથી.
બીજા વિકલ્પ દ્વારા ગાથા ૬૨૮-૬૨૯-૬૩૦માં ગ્રંથકારે ખુલાસો કર્યો કે આકર્ષો દ્વારા સામાયિકથી પાત પામેલા જીવમાં વેશને કારણે ફરી સામાયિક પ્રગટ થવાની સંભાવના છે. તેથી નિરતિશય ગુરુ તેનો ત્યાગ કર્યા વગર તેની વ્રતોમાં ઉપસ્થાપના કરે છે. આ કથન આરાધકભાવથી સંયમ ગ્રહણ કર્યા પછી પણ માન કષાયના ઉદયથી સમભાવથી રહિત અને અપ્રજ્ઞાપનીય બન્યા હોય તેવા જીવોને આશ્રયીને છે; કેમ કે તેવા જીવોને સામાયિક પ્રત્યે રાગભાવ હોવાને કારણે વ્રતસ્થાપના કર્યા પછી તેઓ ફરી આકર્ષો દ્વારા સમભાવમાં આવે તેવો સંભવ છે. આથી તેવા જીવોના હિતાર્થે અપ્રજ્ઞાપનીય એવા રાજા, પિતાદિની વ્રતસ્થાપના કરાય છે.
હવે ત્રીજા વિકલ્પ દ્વારા ગાથા ૬૩૨માં ગ્રંથકારે દર્શાવ્યું છે કે કેટલાક જીવો સંસારથી વિરક્ત હોવા છતાં પોતાનો સેવક મોટો થાય તેવા નિમિત્તને પામીને માનકષાયવાળા બને છે ત્યારે, અપ્રજ્ઞાપનીય એવા તેઓમાં સામાયિકનો પરિણામ હોતો નથી, છતાં તેઓ સંસારની લાલસાઓથી મુક્ત થઈને ધર્મમાં ઉદ્યતમતિવાળા હોય છે. આથી તેઓને અયોગ્ય માનીને ત્યાગ કરવામાં આવે તો લોકમાં જિનધર્મ અવિવેકી જણાય; કેમ કે રાજામાં સેવક જેવી તીવ્ર બુદ્ધિ નહીં હોવાથી રાજા સેવક સાથે ભૂમિને પ્રાપ્ત કરી શક્યો નહિ, એટલા માત્રથી રાજાને સેવક કરતાં નાનો બનાવી દેવો, અને રાજા તે સ્વીકારે નહિ એટલા માત્રથી રાજાને વ્રતો ન ઉચ્ચરાવતાં ઘરે મોકલવો, એ પ્રવૃત્તિ લોકમાં અવિવેકવાળી લાગે. જેથી લોક જિનશાસન પ્રત્યે હીનતાની બુદ્ધિ કરે, જે અનિષ્ટ ફળવાળું છે. આથી આ પ્રકારના અનિષ્ટ ફળના નિવારણાર્થે પૂ. ભદ્રબાહુસ્વામીએ આવા જીવોની પણ વ્રતસ્થાપના કરવાનું કહેલ છે. I૬૩રા અવતરણિકા:
अतः परं वृद्धसम्प्रदायः । अह दो वि पियापुत्तजुगलगाणि तो इमो विही - અવતરણિકાઈઃ
આનાથી પછી વૃદ્ધસંપ્રદાય છે. હવે બંને પણ પિતા-પુત્રનાં યુગલો સાથે પ્રવ્રજિત થયાં હોય તો આ વિધિ છે –
ભાવાર્થ :
સાથે પ્રવ્રજિત થયેલ એક પિતા અને એક પુત્રની વ્રતસ્થાપનાની મર્યાદા ગાથા ૬૨૨-૨૨૩માં બતાવી. એનાથી પછી સાથે પ્રવ્રજિત થયેલા બે પિતા અને બે પુત્રની વ્રતસ્થાપના વિષયક જ્ઞાનવૃદ્ધ પુરુષોની શું મર્યાદા છે, તે સ્પષ્ટ કરવા અર્થે ગ્રંથકાર વૃદ્ધોનો સંપ્રદાય બતાવે છે –
ગાથા :
दो थेर खुड थेरे खुड्डग वोच्चत्थ मग्गणा होइ । रन्नो अमच्चमाई संजइमज्झे महादेवी ॥६३३॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org