________________
૩૧
વ્રતસ્થાપનાવતુક, રેપ્યો તિવ્યનિ' દ્વાર/ પેટા દ્વાર: “પકિત” | ગાથા દ૨૧-૬૩૨ * “શેષમ"માં થી એ દર્શાવવું છે કે ગ્રંથકારે એક દૂષણાભાસનો પરિહાર કર્યો, તેમ શેષ દૂષણાભાસનો પણ પરિહાર કરવો. ટીકાઈઃ
તેના જ=અપ્રજ્ઞાપનીયના જ, અતિ સંક્લેશના વર્જનના હેતુથી=કારણથી, આની સાથે=અપ્રજ્ઞાપનીય એવા પિતા સાથે, ઉપધિઆદિરૂપ સંભોગ ઉચિત છે. કયા કારણથી? એથી કહે છે – ક્લિષ્ટ કાળ છે, એથી કરીને જીત છે અર્થાતુ આ=ઉપરમાં કહ્યો એ, કલ્પ વર્તે છે. આ રીતે=જે રીતે સંક્લેશના વર્જન માટે અપ્રજ્ઞાપનીય એવા પિતા સાથે ઉપધિઆદિનો સંભોગ ઉચિત છે એ રીતે, આ શાસ્ત્રમાં આ ગ્રંથમાં, ભાવને આશ્રયીને શેષ પણ દૂષણાભાસના પરિહારને યોજવો, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
અપ્રજ્ઞાપનીય જીવમાં સમભાવ નહીં હોવાથી તેની ઉપધિ વગેરેનો પરિભોગ અન્ય સાધુઓ કરી શકે નહિ, અથવા પોતાની ઉપાધિ વગેરે પણ તે અપ્રજ્ઞાપનીય સાધુને આપી શકે નહિ; આમ છતાં વર્તમાનનો કાળ ક્લિષ્ટ હોવાથી અપ્રજ્ઞાપનીય સાધુના જ અતિ સંક્લેશના વર્જન માટે અપ્રજ્ઞાપનીય સાધુ સાથે અન્ય સાધુઓની ઉપધિ વગેરેના પરિભોગનો વ્યવહાર ઉચિત છે, એમ જીતવ્યવહાર સ્વીકારે છે. તેથી સાધુવેશમાં રહેલા સામાયિકરહિત સાધુને પણ ભાવથી સંયમી માનીને, અન્ય સાધુઓ પ્રસંગે તેની ઉપધિ વગેરે પોતે વાપરે પણ, કે પોતાની ઉપાધિ આદિ પ્રસંગે તેને આપે પણ.
આ રીતે ભાવને આશ્રયીને કોઈક સાધુ સામાયિકથી રહિત હોય, અને તે સાધુ સાથે આ ગ્રંથમાં બતાવેલો પડિલેહણાદિ વ્યવહાર સ્વીકારવામાં કોઈ દૂષણ આપે, તો તે દૂષણાભાસનો પણ પરિવાર આ રીતે જ કરવો જોઈએ અર્થાતુ તે સાધુને થતા અતિ સંક્લેશના પરિવાર માટે, તેનામાં અપ્રજ્ઞાપનીયતાદિ કોઈક દોષથી સામાયિકનો પરિણામ ન હોય તોપણ, તે માર્ગમાં આવશે તેવી સંભાવના હોય તો, પડિલેહણ આદિ સર્વ ઉચિત વ્યવહાર તેની સાથે કરવો જોઈએ, એ પ્રકારનો જીતાચાર છે, એમ સ્વીકારીને તેવા દૂષણોનો પરિહાર કરવો. ૬૩૧
અવતરણિકા:
गमनिकान्तरमधिकृत्याऽऽह - અવતરણિયાર્થ:
અન્ય ગમનિકાને આશ્રયીને કહે છે – ભાવાર્થ :
પૂર્વપક્ષીએ ગાથા ૬૨૪માં શંકા કરેલ કે અપ્રજ્ઞાપનીય એવા જે પિતા સાધુના વચનને પણ બહુમાનતા નથી, તેનામાં સર્વત્ર સમભાવરૂપ સામાયિક કેવી રીતે હોય? અને જેમનામાં સામાયિક ન હોય, તેની ઉપસ્થાપના કરવી યોગ્ય નથી. તેનો ઉત્તર ગ્રંથકારે ગાથા ૬૨૬-૬૨૭માં આપ્યો કે સંજ્વલન કષાયોના ઉદયથી પિતા અપ્રજ્ઞાપનીય બનેલ હોવા છતાં તેનામાં અશુદ્ધ સામાયિક હોવાથી વ્રતસ્થાપના માટે યોગ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org