________________
વ્રતસ્થાપનાવસ્તુક‘રેગ્યો વાતવ્યાનિ' દ્વાર / પેટા દ્વાર: “પઠિત’ | ગાથા ૨૯.
અવતરણિકા :
પૂર્વગાથાના અંતે ગ્રંથકારે કહેલ છે કે જે કારણથી વક્ષ્યમાણ સૂત્ર કહેવાયું છે, તેથી હવે તે સૂત્ર બતાવે છે –
ગાથા :
तिण्ह सहस्सपुहुत्तं सयपुहुत्तं च होइ विरईए ।
एगभवे आगरिसा एवइआ होंति नायव्वा ॥६२९॥ અન્વયાર્થ :
(એક જન્મ વડે) તિ ત્રણનું સમ્યક્ત સામાયિક, શ્રત સામાયિક અને દેશવિરતિ સામાયિકનું, સહસંપુદુત્ત=સહસ પૃથક્વ વિરપ ચં અને વિરતિનું સર્વવિરતિ સામાયિકનું, સાયપુહુરંગશત પૃથર્વ સોડું થાય છે. THવે એક ભવમાં અવરૂમ મા રિસા આટલા આકર્ષો નાયબ્રજ્ઞાતવ્ય હાંતિ થાય છે.
ગાથાર્થ :
એક જન્મ વડે સમ્યક્ત્વ સામાયિક, શ્રુત સામાજિક અને દેશવિરતિ સામાયિકનું સહસ્ર પૃથકૃત્વ અને સર્વવિરતિ સામાયિકનું શત પૃચત્વ થાય છે. એક ભવમાં આટલા આકર્ષો ગુણસ્થાનકથી પાતા પામવારૂપ અને ફરી તે ગુણસ્થાનકને પ્રાપ્ત કરવારૂપ આકર્ષો જ્ઞાતવ્ય થાય છે. ટીકાઃ
त्रयाणां सम्यक्श्रुतदेशविरतिसामायिकानां सहस्रपृथक्त्वं, पृथक्त्वमिति द्विप्रभृतिरानवभ्यः, शतपृथक्त्वं च भवति विरतेः सर्वविरतिसामायिकस्य, एकेन जन्मनैतद्, अत एवाऽऽह-एकभवे आकर्षाग्रहणमोक्षलक्षणा एतावन्तो भवन्ति ज्ञातव्याः, परतस्त्वप्रतिपातोऽलाभो वेति गाथार्थः ॥६२९॥ ટીકાર્ય : *
ત્રણનું=સમ્યક, શ્રત અને દેશવિરતિ સામાયિકોનું, સહસ્ત્ર પૃથક્ત આકર્ષ થાય છે. અને વિરતિનું= સર્વવિરતિ સામાયિકનું, શત પૃથક્વ આકર્ષ થાય છે. પૃથ એટલે બે વગેરે નવ સુધી.
વળી સહસ્ર પૃથક્ત અને શત પૃથક્વ કેટલા ભવને આશ્રયીને છે? તેથી કહે છે –
આ=સહસ્ત્ર પૃથક્ત અને શત પૃથક્વ, એક જન્મથી છે=એક ભવને આશ્રયીને છે. આથી જ=ગાથાના પૂર્વાર્ધમાં ચાર સામાયિકના પૃથક્વ બતાવ્યા એથી જ, કહે છે –
એક ભવમાં ગ્રહણ અને મોક્ષના લક્ષણવાળા=લેવા અને મૂકવા સ્વરૂપ, આટલા=ઉપરમાં બતાવ્યા એટલા, આકર્ષો જ્ઞાતવ્ય થાય છે. વળી પરથી=એક ભવમાં આટલા આકર્ષો થયા પછી, અપ્રતિપાત અથવા અલાભ થાય અર્થાત્ તે તે સામાયિકથી જીવનો તે ભવમાં પાત ન થાય અથવા પાત થાય તો તે ભવમાં ફરી તે તે સામાયિકની પ્રાપ્તિ ન થાય, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org