________________
૨
વ્રતસ્થાપનાવતુક/ રેગ્યો વાતવ્યાનિ' દ્વાર / પેટા દ્વાર: “પઠિત’ | ગાથા દ૨૮ ગાથાર્થ :
અને સામાયિક પ્રતિપાતી પણ કહેવાયું છે, અને દ્રવ્યલિંગ હોતે છતે જ કોઈક જીવમાં વારંવાર ફરી થનારું પણ સામાયિક છે; જે કારણથી આગળ કહેવાશે એ સૂત્ર છે. ટીકાઃ
प्रतिपात्यपि चैतत् सामायिकं भणितं भगवद्भिः, सत्यपि द्रव्यलिङ्गे बाह्ये पुनर्भाव्यपि चासकृत् क्वचित्प्राणिनि, भणितं यस्मादिदं सूत्रं वक्ष्यमाणमिति गाथार्थः ॥६२८॥ * “પ્રતિપાપ'માં ગથિી એ જ્ઞાપન કરવું છે કે આ સામાયિક અપ્રતિપાતી તો છે જ, પરંતુ પ્રતિપાતી પણ છે. * “પુનવ્યfપ'માં “પિ'થી એ દર્શાવવું છે કે આ સામાયિક કોઈક જીવમાં ફ્રી નહીં થનારું પણ છે અને ફ્રી થનારું પણ છે. ટીકાર્ય :
અને આ=સામાયિક, ભગવાન વડે પ્રતિપાતી પણ કહેવાયું છે, અને બાહ્ય એવું દ્રવ્યલિંગ હોતે છતે જ કોઈક પ્રાણીમાં અનેક વાર ફરી થનારું પણ છે; જે કારણથી આ વક્ષ્યમાણ=આગળમાં કહેવાશે એ, સૂત્ર કહેવાયું છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
ગાથા ૬૨૪-૬૨૫માં પૂર્વપક્ષીએ શંકા કરેલ કે અપ્રજ્ઞાપનીય એવા પિતામાં સામાયિક ન હોય તો વ્રતસ્થાપના કઈ રીતે કરાય ? તેનું ગાથા ૬૨૬-૬૭માં ગ્રંથકારે સમાધાન કર્યું. તેથી એ પ્રાપ્ત થયું કે સંજવલન કષાયોના ઉદયથી અતિચારોવાળું સામાયિક જીવમાં સંભવે છે, માટે વ્રતસ્થાપના થઈ શકે.
વળી, કોઈ જીવને આશ્રયીને સામાયિકનો પરિણામ નાશ થાય ત્યારે પણ જીવ અપ્રજ્ઞાપનીય બને છે, તે દર્શાવવા માટે જ પ્રતિપાતી સામાયિકનું આ બીજા પ્રકારનું કથન છે. તેથી સામાયિક નહીં હોવા છતાં વ્રતસ્થાપના કઈ રીતે કરાય ? તે વાત પ્રસ્તુત ગાથામાં યુક્તિથી બતાવે છે
ભગવાને સામાયિકનો પરિણામ પ્રતિપાત પામનારો પણ કહ્યો છે. તેથી દીક્ષા ગ્રહણ કર્યા બાદ જીવ આકર્ષો દ્વારા સામાયિકના પરિણામથી પાત પામે, તોપણ સાધુવેશ વિદ્યમાન હોય તો, સાધ્વાચારની ક્રિયાઓ કરનારા કોઈક જીવને ફરીથી સામાયિકનો પરિણામ થાય છે; અને ફરી પણ પ્રમાદને કારણે તે જીવનો સામાયિકના પરિણામથી પાત થવા છતાં સાધ્વાચારની ક્રિયાઓના બળથી ફરી સામાયિકના પરિણામને જીવ પ્રાપ્ત કરી પણ શકે છે. આમ, પાત અને પુનઃપ્રાપ્તિ દ્વારા જીવમાં વારંવાર સામાયિકના પરિણામનો આવિર્ભાવ થઈ શકે છે. તેથી કોઈક પિતા અપ્રજ્ઞાપનીયતાના દોષથી સામાયિકથી પાત પામેલા હોવા છતાં બીજા અનેક ગુણોવાળા હોવાથી સાધુવેશમાં રહીને ઉચિત ક્રિયાઓ કરે, તો તેમનામાં ફરી સામાયિકનો પરિણામ આવી શકે છે, અને તેને સામે રાખીને જ પૂ. ભદ્રબાહુસ્વામી આદિએ અપ્રજ્ઞાપનીય પણ પિતાની વ્રતસ્થાપના કરવાની અનુજ્ઞા આપી છે; અને સાધુવેશમાં રહેલા કેટલાક જીવોને આકર્ષો દ્વારા ફરી પણ સામાયિકનો પરિણામ પ્રગટે છે, તે વાત સ્વયં ગ્રંથકાર આગળની ગાથામાં બતાવે છે. I૬૨૮.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org