________________
અલ-૯--૯-૯-૯-૪-૦૯--૨૯૯૦૯-૪-જન્મ ભંતે ૪૯-૪-૯--૦૯-૯-૯-------------- ભવાન્ત + ભયાન્તને જ સ્થાપજો. અને એવા ગુરુ ગીતાર્થ + સંવિગ્ન સાધુ જ બની શકે.
જો ગુરુ ગીતાર્થ + સંવિગ્ન હોય તો આત્માનંદની પ્રાપ્તિ થાય.
તે આ પ્રમાણે : સવનજ્ઞાનરત્રાળ મોક્ષમા : એ તત્વાર્થસૂત્ર છે. મોક્ષ એટલે આત્માનંદની પરાકાષ્ઠા ! એના કારણો છે સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યફ ચારિત્ર ! જે ગુરુ આ ત્રણ વસ્તુ આપે તે ખરેખર તો મોક્ષ જ આપે છે, આત્માનંદ જ આપે છે.
હવે ગુરુ ગીતાર્થ છે, શાસ્ત્રજ્ઞાતા છે, માટે તે શાસ્ત્રોનું જ્ઞાન આપશે, સમ્યજ્ઞાન આપશે.
ગુરુ સંવિગ્ન છે,આચારપાલક છે, માટે તે આચારોનું દાન કરશે, સમ્યક્યારિત્ર આપશે.
શાસ્ત્રીય ભાષામાં કહીએ તો, ગુરુ ગીતાર્થતાના બળથી શ્રુતધર્મની = સમ્યજ્ઞાનની = ગ્રહણશિક્ષાની ભેટ
આપશે.
ગુરુ સંવિગ્નતાના બળથી ચારિત્રધર્મની =સમ્યફચારિત્રની = આસેવનશિક્ષાની ભેટ આપશે.
આ બંનેમાં સમ્યગ્દર્શન તો પુષ્ટ બનતું જ રહેવાનું. '' આમ ગીતાર્થસંવિગ્ન ગુરુ શિષ્યને રત્નત્રયીની ભેટ આપે છે, જેના દ્વારા આત્માનંદની ભેટ આપે છે. આત્માનંદ પામનારો શિષ્ય પછી સ્નેહાનંદ, કામાનંદની જંજાળમાં સપડાતો નથી.
જો ગુરુ ગીતાર્થ નહિ હોય, તો એ સમ્યજ્ઞાન શી રીતે આપશે ? જો ગુરુ સંવિગ્ન નહિ હોય તો એ સમ્યકુચારિત્ર શી રીતે આપશે ? એ વિના રત્નત્રયી ન મળવાથી મોક્ષની પ્રાપ્તિ શી રીતે થશે ? અને મોક્ષ ન મળે, તો આખી ય દીક્ષા નકામી જ ને ? હવે જો દીક્ષા નકામી, તો એમાં વેઠેલા કષ્ટો પણ નકામા જ ને ? એટલે ફરી એ વાત કે ગુરુ ગીતાર્થ અને સંવિગ્ન હોવા જ જોઈએ.
જો ગુરુની પસંદગીમાં ગરબડ થઈ, તો આખીય દીક્ષા નિષ્ફળ જવાની... એ નિઃશંકપણે સમજી રાખવું.
પ્રશ્ન : આ બધી તમારી વાત તો સાચી. પણ કોણ ગીતાર્થ ? કોણ સંવિગ્ન ? આ બધું અમને શી રીતે ખબર પડે ? અમે બધા અભણ! એટલે આ બધા ઊંચા ઊંચા શબ્દો સાંભળવા તો ગમે, પણ એનો જીવનમાં ઉપયોગ કરતા અમને ન આવડે. અમે શું બધાને પુછવા જવાના હતા કે “તમે નિશીથ ભણ્યા છો? તમને એની પૂર્વેના આગમો ભણાવતા - નરલ જન -જ-જલ - જન-આજ- ૩૩ જહા-દહેજ---------------