________________
પ્રથમ મહાવ્રત
(ઢ) લાકડાની જૂની બારીઓ, એના ખાંચાઓ... આ બધામાં પણ ચોમાસામાં નિગોદ થાય છે. ત્યાં ઓઘો ફેરવવામાં કે એ બારીઓ ખોલ-બંધ કરવામાં નિગોદની વિરાધના થાય.
(૫) ઘરે વહોરવા જઈએ ત્યારે બેનો કોથમીર-શાકાદિ સમારતા હોય અને આપણને જગ્યા આપવા માટે એ બધું બાજુ પર હટાવે અને આપણે ત્યાં વહોરીએ તો એમાં એ વનસ્પતિની વિરાધનાનો દોષ લાગે જ.
(ફ) રસ્તામાં આપણે અધવચ્ચે કે ગમે તેમ ચાલીએ, અને એટલે જ પાછળ આવતા વાહનચાલકોએ પોતાના વાહન ઘાસાદિ ઉપરથી ચલાવવા પડે. આમાં આપણું જેમ તેમ ચાલવું એ એમાં નિમિત્ત બનેલું હોવાથી એનો દોષ આપણને લાગે.
(બ) દેરાસરો, વિહારધામો, ઉપાશ્રયો અંગે સાવદ્યભાષાથી ઉપદેશ આપનાર સાધુ, માત્ર વિધિ નિરૂપણને બદલે આદેશાદિ કરનાર સાધુ એમાં થનારી ચિક્કાર વનસ્પતિ હિંસાના દોષનો ભાગીદાર બને.
(ભ) ટેંક પાવડરોના સરબત વાપરવામાં જો કે સીધો તો કોઈ પણ વનસ્પતિનો વપરાશ કે વિરાધના ન હોવા છતાં પણ જો તે પાવડર પાસે રાખવામાં આવે, વાપરવામાં આવે, એમાં પાઈનેપલ, કાચી કેરીના સ્વાદનો આનંદ આવે... તો વ્યવહારથી એ બધી વનસ્પતિઓની હિંસાની અનુમોદનાનું પાપ આસક્તિ કરનાર સાધુને લાગે.
આમાં પણ અમુક વિરાધના કરણરૂપ છે. અમુક કરાવણરૂપ છે. અમુક અનુમોદનરૂપ છે. મન,વચન,કાયાથી આ તમામ વિરાધનાનો ત્યાગ કરવાનો છે.
ત્રસકાયઃ
(ક) વાડામાં પ્યાલો મૂકીએ, એમાં પુષ્કળ કીડા ઉત્પન્ન થાય એ સ્થંડિલ સંડાસમાં નાંખવામાં આવે તો એમાંય અઢળક કીડા ઉત્પન્ન થાય.
(ખ) માત્રાનો પ્યાલો પરઠવવાનો રહી જાય અને ૪૮ મિનિટ પસાર થઈ જાય તો એમાં સંમૂચ્છિમજીવોની ઉત્પત્તિ થાય. સ્થંડિલમાં પણ સંમૂચ્છિમ પંચેન્દ્રિય જીવોની ઉત્પત્તિ સમજી લેવી.
(ગ) વિહારમાં ડોળીવાળા માણસોના પગ નીચે, વ્હીલચેર નીચે, સાઈકલ નીચે, લારી નીચે, સામાન લઈ જતી ગાડી નીચે ઢગલાબંધ કીડીઓ – મંકોડાઓ - ઈયળો - ગોકળગાયો – દેડકાઓ - સાપોલિયાઓ - કુતરાઓ - બિલાડીઓ - વગેરે વગેરે ત્રસ જીવો કપાઈ જાય, છુંદાઈ જાય, રહેંસાઈ જાય. એ વ્હીલચેરાદિ સાધનો જે સાધુના નિમિત્તે ચાલે, એ સાધુને પ્રસ્તુત દોષ લાગે.
(ઘ) ગોચરી માંડલીમાં જો કંઈપણ ઢોળાય, એનો વ્યવસ્થિત નિકાલ ન કરાય, તો
૧૪૩