________________
મહાવ્રતોની રક્ષાનો-વૃદ્ધિનો અમોઘ ઉપાય : ભાવતાઓ
તે ભાગમાં રહી શકે છે...)
જ્યારે બધાની રસોઈ ભેગી જ પડી હોય ત્યારે પણ સાધુ તે તે મજુરોની ના હોવા છતાં પણ હા પાડનારા મજુરો પાસેથી વહોરી લે, અને પછી જ્યારે બીજા મજુરો વિરોધ કરે ત્યારે હા પાડનારા મજુરોને એમની સાથે ઝઘડાવે કે “અમારો પણ આ રસોઈમાં ભાગ હતો, એટલે અમે આપ્યું છે...” તો એ ન જ ચાલે ને ? રે ! સાધુ ન ઝઘડાવે, તેઓ જાતે ઝઘડે તો પણ દોષ તો સાધુનો જ ગણાય એ નિશ્ચિત વાત છે. કેમ કે એના કારણે આ ઝઘડો ઉભો થયો. એણે અવિધિ કરી, શાસ્ત્રાજ્ઞાભંગ કર્યો, માટે આ ગરબડ ઉભી થઈ.
એમ અહીં પણ ઉપાશ્રયની માલિકી ઘણા બધાની સામાન્ય હોય, અને સાધુ અમુકની રજા લઈને ત્યાં ઉતરે, પછી બીજા માલિકો વિરોધ કરે ત્યારે હા પાડનારા માલિકને એમની સાથે ઝઘડાવે કે “અમારો પણ ઉપાશ્રયમાં ભાગ હતો, એટલે અમે આપ્યું છે” તો એ ન જ ચાલે ને ? રે ! સાધુ ન ઝઘડાવે, તેઓ જાતે ઝઘડે તો પણ દોષ સાધુનો જ ગણાય, કેમકે એના કારણે આ ઝઘડો ઊભો થયો.
એટલે અમને તો આ વાત જ એકદમ ઉચિત લાગે છે કે વર્તમાનમાં તે તે ઉપાશ્રયમાં જે વહીવટ કર્તાઓ હોય તે એના માલિક ગણાય. એ સારા છે કે ખરાબ છે ? એટલા માત્રથી એમની માલિકી ન બદલાય. હા ! ગીતાર્થસાધુઓ એમને શાસ્ત્રવિરુદ્ધ પ્રવૃત્તિ બદલ ઠપકો આપી શકે, માર્ગદર્શન આપી શકે... પણ એમની રજા વિના એમના એ ઉપાશ્રયમાં ઉતરી ન શકે.
જેમ સાધુ બધાને ઉપદેશ આપે કે “તમારે સુપાત્રોને દાન આપવું જોઈએ” પણ એ ઉપદેશ સાંભળ્યા બાદ કોઈ ગૃહસ્થને ભાવ ન જાગે અને એટલે એ ઘરે આવેલા સાધુને દાન આપવા તૈયાર ન થાય, તો સાધુ બળજબરીથી વહોરી ન જ શકે ને ?
જેમ સાધુ ઉપદેશ આપે કે “તમારે તમારી સંપત્તિ સાતક્ષેત્રમાં ખર્ચવી જોઈએ.” પણ એ ઉપદેશ સાંભળ્યા બાદ કોઈને સંપત્તિ ખર્ચવાના ભાવ ન થાય તો સાધુ બળજબરીથી તો સંપત્તિ ખર્ચાવી ન શકે ને ?
એમ સાધુ ટ્રસ્ટીઓને-માલિકોને ઉપદેશ આપે કે “તમારે ઉપાશ્રયમાં સાધુ-સાધ્વીઓને ઉતરવા દેવા. એમને જેટલો સમય રહેવું હોય, એટલો સમય રહેવા દેવા.” છતાં માલિકો જો એ વાત ન સ્વીકારે તો સાધુ બળજબરીથી તો ઉપાશ્રયમાં રહી ન જ શકે ને ?
આમાં હજીપણ ઉત્સર્ગ-અપવાદ સંબંધી ઘણી બધી બાબતો છે, એ ગીતાર્થ મહાપુરુષો પાસેથી જાણવી.
મૂળ વાત એ કે જે ઉપાશ્રયની જે જે વસ્તુની આપણને રજા મળી જ ગઈ હોય,
૧૩૧૧ * * *