Book Title: Mahavrato
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 336
________________ નીલ----------------- નમોડસ્તુ તબૈ તવ શાસના -------------- મારે માત્ર શબ્દોની મધુરતામાં મસ્ત નથી બનવું, પણ શુભ ભાવોની મધુરતામાં તરબોળ બનવું છે. મને જે કંઈ આવડ્યું છે, એ તારી કૃપાનો અને તારી કૃપાના બળથી જ પ્રાપ્ત થયેલ અવ્વલકોટિના તરણતારણહાર પૂજ્યપાદ ગુરુદેવશ્રીની હાર્દિક કૃપાનો જ પ્રતાપ છે. મારી જે કંઈ ભૂલ થઈ હશે, એમાં મારું અજ્ઞાન, મારો અહંકાર, મારી યશલાલચ જ કારણભૂત હશે... એમ મને ચોક્કસ લાગે છે. એમાં પ્રભુ ! તારો કે મારા તાતપાદ પૂ. ગુરુદેવશ્રીની અનહદ કૃપાનો લગીરે દોષ નથી જ. છેલ્લે તારા શાસનને નમસ્કાર કરવા રૂપ અંતિમ મંગલ કરીને વિરમું છું. यदीयसम्यकत्वबलात्प्रतीमो, भवादृशानां परमस्वभावम् । कुवासनापाशविनाशनाय नमोऽस्तु तस्मै तव शासनाय ॥

Loading...

Page Navigation
1 ... 334 335 336 337 338