Book Title: Mahavrato
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 335
________________ મહાવ્રતો આપણો સમર્પણભાવ આસમાનને જ આંબશે ને ? છેલ્લા સંઘયણમાં પણ આપણે રોજ એકાસણા, ૧૦૦-૨૦૦ વર્ધમાનતપની ઓળીઓ, માસક્ષપણાદિ તપશ્ચર્યાઓ આચરી શક્યા છીએ, તો પ્રથમ સંઘયણમાં તો આપણે કેવો ઘોરાતિઘોર તપ કરશું... બુદ્ધિ અલ્પ હોવા છતાં પણ આપણે અનેક શાસ્ત્રોનો અભ્યાસ કરી શક્યા છીએ, તો જ્યારે બુદ્ધિ તેજ મળશે ત્યારે અને ચૌદપૂર્વી જેવા ભણાવનારા વિદ્યાગુરુ મળશે, ત્યારે આપણે કેટલો બધો જ્ઞાનાભ્યાસ પામી શકીશું ? આ બધો વિચાર આપણે કરીને અત્યારે ઘણી ઓછી અનુકૂળતામાં પણ ઘણી વધારે શુભપરિણતિ સાધવાનો સખત પુરૂષાર્થ કરવો જોઈએ. એ પુરૂષાર્થ ખરેખર એવો કામ આવશે કે જે વખતે સંયમ માટેની ઘણી અનુકૂળતાઓ મળશે, તે વખતે કેલવજ્ઞાનની પ્રાપ્તિ સાવ જ સહેલાઈથી થઈ જશે. કાંટા-કાંકરાવાળા રસ્તે પણ જે કલાકના ચાર કિ.મી. ચાલી જવાની ટેવ પાડી દે, તેને જ્યારે એકપણ કાંટા-કાંકરા વિનાનો ખુલ્લો હાઈ-વે રોડ મળે, ત્યારે એ કલાકના છ કિ.મી. તો સહેલાઈથી ચાલી જ શકે ને ? બસ, આ ઉત્સાહવર્ધક વિચારો સ્વયં કરવા, બીજાને પણ એની જ પ્રેરણા કરવી. એક વાત સમજી રાખો કે આપણે અત્યારના સાધુજીવનથી પણ સાચી સાધુતા પામી શકીએ છીએ જ. છતાં એ ન પામીએ તોય એનો પ્રયત્ન કરતા કરતા દેશિવરતિપરિણામ, સમ્યકત્વ કે છેવટે માર્ગાનુસારીપણાને પણ જો આપણે આત્મસાત્ કરી લઈએ, તો આપણી બધી મહેનત સફળ જ ગણવી. એમાં લેશ પણ શંકા ન કરવી. બસ, અંતે આ જ વાત કરવી છે કે મારામાં અને હજારો સંયમીઓમાં પાંચ મહાવ્રતોની સાચી સમજણ, સાચી પરિણતિ પ્રગટે એવા માત્ર ને માત્ર એક જ લક્ષ્યથી આ બધી મહેનત કરી છે. બીજાઓને લાભ થશે કે નહિ, એ તો મને ખબર નથી, પણ મને તો ચોક્કસ મારા પવિત્ર ભાવોને લીધે લાભ થશે જ. ઓ ત્રિલોક ગુરુ દેવાધિદેવ શ્રમણ ભગવાન મહાવીર મહારાજા ! મારી આ એક નમ્ર અરજ આપ સ્વીકારશો જ. મેં જે કંઈ લખ્યું છે, એ મારી બુદ્ધિમાં છે... એ મારા આત્મામાં પ્રવેશે એવું કરી આપો. મારે માત્ર લેખક નહિ, પણ સંવેદક બનવું છે... મારી એ ઈચ્છા પૂરી કરો. ** ૩૩૪ **** XXX

Loading...

Page Navigation
1 ... 333 334 335 336 337 338