Book Title: Mahavrato
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 333
________________ મહાવ્રતો સામે બીજા વિશુદ્ધ અનુષ્ઠાન કરતા નથી, બીજાઓને કરાવી શકતા નથી. તેઓ તો બીજમાત્રનો પણ ઉચ્છેદ કરે છે અને મહાદોષના ભાગીદાર બને છે. આનો સાર એ જ છે કે અત્યારે ચારિત્રાચારોનું પાલન અતિચારો-દોષો-ભૂલો-અવિધિવાળું છે, એ વાત સાચી. પણ “મારે મોક્ષ જોઈએ છે, મારે જીવદયા પાળવી છે, મારે પાપમય જીવન જીવવું નથી...” વગેરે વગેરેમાં એકાદ પણ શુભભાવ જો એમાં ભળેલો હોય તો એ શુભભાવ જીવને ધીરે ધીરે ઉપર લાવવાનું કામ કરે છે. એ બીજ છે, જે ભવિષ્યમાં ફળને ઉત્પન્ન કરશે. પણ હવે જો આપણે એવું સમજવા માંડીએ કે આટલા બધા દોષોથી ભરપૂર ચારિત્ર લેવા કરતા-પાળવા કરતા તો ચારિત્ર જ ન લેવું - છોડી દેવું સારું” તો એ ભયંકર ભૂલ જ ગણાશે. શું આ દોષ ભરપૂર ચારિત્રને છોડીને આપણે નિર્દોષ ચારિત્ર પાળનારા બનવાના છીએ ? બીજાને દોષ ભરપૂર ચારિત્ર છોડાવીને કે ન લેવા દઈને નિર્દોષ ચારિત્ર પાળનારા બનાવી શકવાના છીએ ? તો આ ‘બાવાના બેય બગડ્યા’ ‘અતો ભ્રષ્ટસ્તતો ભ્રષ્ટ:' ન્યાય લાગશે, વધુ સારું મેળવી ન શકાયું અને ઓછું સારું પણ ગુમાવ્યું. એટલે આવી ભૂલ આપણા દ્વારા ન થવી જોઈએ. આપણે તો શક્ય એટલો પ્રયત્ન એ જ કરવો કે ભૂલો-દોષો-અતિચારો ઘટે, પણ ચારિત્ર જ છોડવાની કે ચારિત્ર જ ન લેવાની વાત બરાબર નથી. હા ! આ બધું પણ જેનામાં અલ્પ પણ શુભભાવ હોય એના માટે છે. જે ભા૨ેકર્મી - અભિવ - દીર્ઘસંસારી જીવના લક્ષણવાળા છે, તેવા જીવો માટે તો દીક્ષા છોડવી – દીક્ષા ન લેવી એ યોગ્ય જ છે... “આપણું ચારિત્ર નબળું છે, આત્મપરિણામો એટલા બધા ઉંચા નથી’’ એ બધી વાત સાચી. પણ એનાથી આપણે હતાશ બનીએ કે આવી વાતો દ્વારા બીજાને પણ હતાશ બનાવીએ એ સ્વ-પર અહિતકારી પદ્ધતિ છે. આવા વખતે બધાનો ઉત્સાહ વધે એવી બાબતો વિચારવી જોઈએ. દા.ત. એક વેપારી પોતાની ૧ લાખ રૂપિયાની મૂડીથી ધંધો કરે છે, અને મહિને ૫ હજાર કમાય છે, તો જો એ વેપા૨ી પાસે ૧૦ લાખ રૂપિયાની મૂડી ભેગી થશે, ત્યારે એ મહિને કેટલા કમાશે ? સામાન્યથી કહી શકાય કે ૫૦ હજાર રૂપિયા કમાશે. એક માણસ ૧ કલાકનો સમય આપવામાં આવે, તો ૧૦ પાનાનું લખાણ ટાઈપ કરી શકે છે, તો જો એ માણસને પ કલાકનો સમય આપવામાં આવે, તો સામાન્યથી *૩૩૨ *** **

Loading...

Page Navigation
1 ... 331 332 333 334 335 336 337 338