Book Title: Mahavrato
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 331
________________ જીજેજજ મહાવતો જે ગણિત સમજી લેવું. જો વર્તમાનમાં પ્રત્યેક આચારમાં નબળી બાબતો હોય તો એ પણ નક્કી માનજો કે વર્તમાનમાં પ્રત્યેક આચારમાં સબળ દષ્ટાંન્તો પણ જીવતા-જાગતા છે જ. આપણે નબળી વાતો ઉચ્ચારી એનું ખંડન કરવું, એને બદલે સબળી વાતો ઉચ્ચારી એનું મંડન કરવું. સબળી વાતોનું મંડન એ નબળી વાતોનું મહાખંડન જ છે. (ખ્યાલ રાખવો કે “અવિધિનું ખંડન કરવાનો નિષેધ નથી, પણ વર્તમાનમાં જે અવિધિવાળા છે. એ બધાને યાદ કરી કરીને “એ આવા છે, તેવા છે' એ બધી બાબતોનો અહીં નિષેધ કરેલો છે. એ પણ વર્તમાનના જીવદળોની તેવી પરિણતિ જોઈને...) પાંચ મહાવ્રતોનું વર્ણન વિચારીએ તો આપણને બધાને સ્પષ્ટ લાગશે જ કે સાચી સાધુતા ઘણી-ઘણી-ઘણી અઘરી છે. હવે જો આ હકીકત હોય તો નવી દીક્ષાઓ ઉતાવળે આપવાને બદલે મુમુક્ષુઓને પાકી તાલીમ આપીને જ દીક્ષા આપવી એ અત્યંત હિતાવહ છે. અધ્યાત્મસંસારમાં કહ્યું છે કે अत एव हि सश्राद्धचरणस्पर्शनोत्तरं । दुष्पालचरणाचारग्रहणं विहितं जिनैः સાચી સાધુતા ઘણી કપરી છે, માટે જ સૌપ્રથમ તો મુમુક્ષુઓને સુશ્રાવકના આચારો પળાવવા, છેક શ્રાવકોની અગિયાર પ્રતિમાઓને પણ એ વહન કરી લે.. એ પછી દુષ્કર એવી સાધુતાનો સ્વીકાર કરવો... આવું જિનેશ્વરદેવો કહે છે. શ્રી પંચાશકમાં ભગવાન હરિભદ્રસૂરીશ્વરજીએ પણ આ જ વાત કરી છે કે “કોઈ પણ કાળમાં ચારિત્રનો સ્વીકાર શ્રાવકાચારોમાં વ્યવસ્થિત ઘડતર પામ્યા બાદ સારો... એમાં ય આ કાળમાં તો તાલીમ વિશેષ પ્રમાણમાં આપવી, એ પછી જ દીક્ષા ! હવે જો શાસ્ત્રવચનો આ પ્રમાણે હોય, આપણો મત અનુભવ પણ તેવો હોય તો આપણે ઉતાવળ કરીએ એ વ્યાજબી નથી. દીક્ષા ન આપવાની વાત નથી... પણ તાલીમ વધુ આપવાની જ આ વાત છે. કમસેકમ જે મુમુક્ષુ હોય તે સતત એક પણ ખાડો પાડ્યા વિના છ માસ આપણી સાથે રહે, એને જ દીક્ષા આપવાનો વિચાર કરવો. આ દરમ્યાન મુમુક્ષુને (૧) દસવિધિ ચક્રવાલ સામાચારી (૨) દશવિધશ્રમણધર્મો (૩) અષ્ટપ્રવચન માતા (૪) પાંચ મહાવ્રતોનું તલસ્પર્શી જ્ઞાન આપવું. એ એના જીવનમાં આચરતો થઈ જાય... એ રીતનો પ્રયત્ન કરવો. આ રીતે જ્ઞાન અને ક્રિયા દ્વારા એ તાલીમબદ્ધ બને, પછી જ દીક્ષા આપવી. ૨૯ ૨૯-૦૯-૯---૦૯-૦૯-- - - - - - ૩૩૦ ૨૯-૦૯-ક ૦૯-૦૯---૦૯-૦૯-૯-૧૯૯૦

Loading...

Page Navigation
1 ... 329 330 331 332 333 334 335 336 337 338