________________
नमोऽस्तु तस्मै तव शासनाय -*
માનવમનનો એ સ્વભાવ છે કે
એ મન નબળી વાતો સાંભળી-વાંચીને નબળું બને છે.
એ મન સબળી વાતો સાંભળી-વાંચીને સબળું બને છે.
એ કબુલ છે કે વર્તમાનમાં સંયમપરિણતિ દુર્લભ છે. આચારની શિથિલતા અને એની પાછળ વિચારની શિથિલતાઓ પણ વધી રહી છે... પણ આ બધી નબળી વાતો છે... એ સાંભળી-વાંચીને આપણું મન પણ નબળું પડે. “આટલું બધુ ખરાબ ચાલે છે.” એવું વારંવાર સાંભળવા-વાંચવા આવે... તો ધીરે ધીરે એ ખરાબ ખરાબ લાગતું મટી જાય... પછી તો આપણામાં પણ નાના-મોટા અંશે એ દોષો ઘૂસી જાય તો નવાઈ નહિ.
એટલે નબળી વાતો સાંભળવી-વાંચવી નહિ, કોઈની પણ નહિ. એને બદલે સબળી વાતો વધુ ને વધુ સાંભળવી-વાંચવી, બીજાઓને કહેવી.
દા.ત. “પેલા સાધુઓ તો ચિક્કાર આધાકર્મી વાપરે છે, વિહારમાં મોટો ખટારો સાથે રાખે છે... જલસા કરે છે...' આ બધી નબળી વાતો બોલવાને બદલે “આ સાધુઓ નિર્દોષ ગોચરી માટે બે-બે કિ.મી. પણ ફરે છે. વિહારમાં એકેય માણસ સાથે રાખતા નથી. આંબિલ-એકાસણાદિ તપ કરે છે...'' આવી સબળી વાતો જ કરવી. “પેલા સાધુઓમાં ચિક્કાર સાધ્વી પરિચય છે, સૂર્યાસ્ત બાદ અંધારામાં પણ સાધ્વીઓ સાધુઓ પાસે બેસતા હોય છે. આખો દિવસ બેનોની અવરજવર ચાલુ ! એકલા બેનો સાથે પણ સાધુ કલાકો સુધી બેસે છે...” આ બધી નબળી વાતો બોલવાને બદલે “આ સાધુ જોયો ? પોતાની સગી બા-બેન મળવા આવે, તો પણ દિવસે પણ એમની સાથે એકલો બેસીને વાત ન કરે. સાથે કોઈ પુરૂષ હોય તો જ વાત કરે અને તોય સગી બા સામે પણ આંખો ઊંચી કરીને ન જૂએ. શું એનું બ્રહ્મચર્ય !” આવી સબળી વાતો જ કરવી.
“આ સાધુઓએ તો પોતાના કરોડો રૂપિયાના ટ્રસ્ટ બનાવી લીધા છે. ખોટાખોટા પ્રોજેક્ટો દેખાડી, ખોટા ખર્ચા બતાડી સંઘમાંથી લાખો રૂપિયા હડપ કરી જાય છે... એ પૈસાથી પછી પોતાનો નવો સંસાર ખડો કરી દે છે.' આ બધી નબળી વાતો બોલવાને બદલે “આ સાધુઓ કેવા નિષ્પરિગ્રહી ! એક નાના પોટલા જેટલો ય પરિગ્રહ નહિ. ઘડિયાળ રાખવા પણ તૈયા૨ નહિ. એમનો આખો સંસાર વિહારમાં એમની સાથે જ ઉંચકાઈ જાય... આગળ-પાછળ કંઈ ન મળે...” આવી સબળી વાતો જ કરવી.
આવી આવી તો હજારો બાબતો છે, દરેકમાં નબળી અને સબળી બાબતોનું આ
૧૩૨૯ ******