Book Title: Mahavrato
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 329
________________ % જ જજ જ મહાવતો કે જ જીસ્ટર ઘોર તપસ્વી, ઘોર સ્વાધ્યાયી, ઘોર બ્રહ્મચારી બન્યા પછી પણ જો કાગડો બનવાનું હોય તો શું એ આપણને બધાને પસંદ છે ? જો ના? તો આપણે મક્કમપણે કેટલાક નિર્ણયો કરી જ લેવા જોઈએ. આ અતિ-અતિ-અતિ ભયાનક કાળ છે, જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ એટલી હદ સુધીના પાપાચારો શ્રમણ સંસ્થામાં પણ ક્યાંક ક્યાંક ફેલાયેલા હોઈ શકે જ છે. એટલે “બધું જ શક્ય છે,” એ બરાબર સમજી લેવું. એમ થશે તો જયારે પણ એવા કોઈ સમાચારો સાંભળવા મળે, ત્યારે મન એમાં અટવાઈ નહિ જાય, મન એના જ નાહકના વિચારોમાં કલાકો-દિવસો બગાડી નહિ નાંખે. પળવારમાં એ વિચારોને તગેડી દઈને પાછું સન્માર્ગે લાગી જશે. જો આપણે તે તે દોષો, તે તે શિથિલતાઓ અટકાવવા સમર્થ હોઈએ તો ચોક્કસ એનો વિચાર કરવો, એ માટેના ઉપાયો વિચારવા, એ માટે યોગ્ય વ્યક્તિઓ સાથે એની ચર્ચા કરવી. એ રીતે આપણી મહેનતથી એ ભયાનક દૂષણો અટકે, શાસનહીલના અટકે એના જેવું રૂડું બીજું શું? પણ જો આપણને એમ લાગે કે આમાં હું કશું જ કરી શકવાનો નથી આમાં મારું કશું જ ચાલવાનું નથી, માત્ર વિચારવા કે બોલવા સિવાય એક બિંદુ જેટલું પણ કામ કરવાની આમાં મારી હેસિયત નથી... તો ત્યાં દઢતા સાથે નિર્ણય લો કે “આ અંગે મારે કંઈ જ વિચારવું નથી, મારે કંઈ જ બોલવું નથી, મારે કશું જ કરવું નથી” ઉલ્યું આ બધું વિચારીને આપણે આપણું મન અપવિત્ર કરીએ છીએ, ઉર્દુ આ બધુ બોલીને આપણે નહિ જાણનારાઓને પણ આ બાબતો જણાવીને એમના મનમાં પણ અશુભ ભાવો ઉભા કરવાનું, શાસનહીલનામાં નિમિત્ત બનવાનું કામ કરીએ છીએ. ઉર્દુ આમાં કંઈપણ કરવા જતાં એવી થપ્પડો પડે છે કે જેમાં આપણા નિમિત્તે નુકસાન ઘટવાને બદલે વધી જાય છે. એટલે પહેલા આ વિચારી જ લેવું કે “આમાં હું કંઈપણ સારું કરી શકું એમ છું?” જો મન ના પાડે, તો એ વાત ગમે તેવી ભયંકર પણ કેમ ન હોય, એની ધરાર ઉપેક્ષા જ કરવી. એની પળવાર પણ ચર્ચા ન કરવી, એ વાત કોઈને પણ ન જણાવવી. એ દુર્ગધનો ફેલાવો આપણા નિમિત્તે બિલકુલ ન થવા દેવો. નહિ તો ઘણાના ભાવપ્રાણ જોખમમાં મુકાશે, ઘણાની સંયમભાવના નષ્ટ થશે, ઘણાનો શાસનરાગ નબળો પડશે, ઘણાઓ નિંદકતા-દોષદષ્ટિના ભોગ બનશે... એ બધામાં નિમિત્ત બની જશું આપણે !

Loading...

Page Navigation
1 ... 327 328 329 330 331 332 333 334 335 336 337 338