Book Title: Mahavrato
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 327
________________ * મહાવ્રતો સાધુ જૂએ છે ખરો, પણ આત્માના ગુણો ! પૌદ્ગલિક મનોહરતા જોવા માટે એ લગીરે નવરો નથી. સાધુ સુંઘે છે ખરો, પણ શીલની સુગંધ ! પુષ્પો-સેંટ-અત્તરની સુગંધ સુંઘવા એ ક્ષણપણ ગુમાવે નહિ. સાધુ વાપરે છે ખરો, પણ આત્મમસ્તીને ! વિષ્ઠા બનનારા પુદ્ગલોને આરોગવાની હોંશ એ કરે, એવો મૂર્ખ નથી. સાધુ સ્પર્શે છે ખરો, પણ ઉત્તમપરિણતિને ! સ્ત્રી વગેરેના સ્પર્શ તો એને આગમાં દાઝી જવા જેવા જ લાગે. બસ, આ પાંચ ભાવનાઓ જો સાધુ આત્મસાત્ કરી લે, તો પાંચમું મહાવ્રત એના માટે સાવ જ સુલભ બની જાય. આ પચ્ચીસ ભાવનાઓમાં જે સાધુ-પુરૂષાર્થ ન કરે, એમાં છૂટછાટ સેવે એ મહાવ્રતોને મલિન કરનારો બને... કદાચ ક્યારેક એ મહાવ્રતોને સંપૂર્ણ ગુમાવી દેનારો પણ બને માટે જ આમાં વધુ ને વધુ પ્રયત્નશીલ બનવું. અંતે...... ૩૨૬ ***

Loading...

Page Navigation
1 ... 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338