Book Title: Mahavrato
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 326
________________ મહાવ્રતોતી રક્ષાતો-વૃદ્ધિનો અમોઘ ઉપાય : ભાવતાઓ સામૈયામાં સારામાં સારા બેંડવાળાની હાજરી હોવાથી કર્ણપ્રિય સંગીત રેલાતું હોય કે દિવાળીના દિવસોમાં રાતે કાન ફાડી નાંખે એવા મોટા અવાજે બોંબ - ફટાકડાઓ ફૂટતા હોય... સાધુ શાંતસ્વભાવી બની રહે. ઉપાશ્રય એકદમ શાંત એરિયામાં હોવાથી અને વ્યાખ્યાનમાં બાળકોની ગેરહાજરી હોવાથી નીરવશાંતિ વચ્ચે પોતાનો અવાજ એકદમ સ્પષ્ટ રીતે નીકળતો હોય, સાધુને પણ લાગે કે મારો અવાજ આજે ઘણો મોટો હોય એમ લાગે છે. એવી અનુકૂળ પરિસ્થિતિ હોય કે ઉપાશ્રય મુખ્ય રોડની નજીક હોવાથી વાહનોની અવરજવર ચાલુ હોય, હોર્નના અવાજ, રીક્ષાદિના અવાજ વારંવાર કાને અથડાતા હોય,વ્યાખ્યાનમાં છોકરાઓનો પણ થોડોક અવાજ ભળેલો હોય... સાધુ ન તો રાગી બને કે ન તો ઉદ્વેગવાળો બને. વ્યાખ્યાન સિવાય પણ ચોવીસ કલાક જે ઉપાશ્રયમાં બિલકુલ શાંતિ હોય તેમાં રોકાવાનું થાય કે કારણસર ચોવીસમાંથી કમસેકમ પંદ૨-સત્તર કલાક અવાજોથી ધમધમતા ઉપાશ્રયમાં રોકાવાનું થાય... સાધુનું મન ન ઉછળે કે ન બગડે. ધાર્મિક અનુષ્ઠાન ચાલતું હોય, સંગીતકારો સાજીંદા સાથે આવીને ગીતો ગાતા હોય, ગાનારાની સાથે ઢોલવાળા મંજીરાવાળા ગરકાવ થઈ જતા હોય... ક્યારેક એવું બને કે અધકચરું શીખેલા સંગીતકારોનો કાફલો ભેગો થયો હોય. ગાયકનો સ્વર પૂર્વદિશામાં, તો ઢોલનો અવાજ વળી ઉત્તર દિશામાં, મંજીરા વળી દક્ષિણ દિશામાં.. સાંભળનારાઓને કાનમાં ખૂંચ્યા જ કરે એવું એ સંગીત ! પણ સાધુને શું લાગે-વળગે ? એ આ બધા પુદ્ગલોની જંજાળમાં શીદને લપેટાય ? એ નક્કી માનજો કે સાધુ પાસે બે સાજા-સારા કાન હોય તો પણ એ ધિર છે. સાધુ પાસે તીક્ષ્ણદષ્ટિ ધરાવતી બે આંખો હોય તો પણ એ પ્રજ્ઞાચક્ષુ છે. સાધુ સાવ સામાન્ય ગંધને પણ ઝટ પકડી પાડનાર નાક ધરાવતો હોય તો પણ એ નાકરહિત છે. સાધુ પાસે બધા સ્વાદોનો વિભાગ કરી આપનારી ચતુર જીભ હોય, તો પણ એ એકેન્દ્રિયતુલ્ય છે. સાધુ પાસે રૂપાળી-સોહામણી ચામડી હોય તો પણ એ અનિન્દ્રિય છે - ઈન્દ્રિય રહિત છે. સાધુ સાંભળે છે ખરો, પણ આત્માનો અવાજ ! બહારના અવાજો સાંભળવાની એને પળનીય ફુરસદ નથી ** ૩૨૫

Loading...

Page Navigation
1 ... 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338