________________
----નીલ-રેલ---જન મહાવ્રતોની રક્ષાનો-વૃદ્ધિનો અમોઘ ઉપાય : ભાવતાઓ -------- ગંદા પાણીને અનેક પ્રક્રિયાઓ દ્વારા સુગંધી, સ્વાદિષ્ટ બનાવી રાજાને એક દિવસ ભોજનનું આમંત્રણ આપી એ પાણી વપરાવ્યું. રાજા કહે કે “મારી જીંદગીમાં આવું પાણી મેં પીધુ નથી. તું આવું પાણી ક્યાંથી લાવ્યો?” ત્યારે મંત્રીએ અભય માંગી લઈને સાચી વાત જણાવી કે “નગરની ગંધાતી ગટરનું જ આ પાણી છે કે જેને આપ તે દિવસે ખૂબ વખોડતા હતા અને આજે ખૂબ વખાણો છો...”
એક મંત્રી જો આવો વિરાગી હોય, તો પંચમહાવ્રતધારી સાધુની તો વાત જ શી કરવી ? રૂ૫ : કોઈક રૂપાળા, ગોરા, હસમુખા દેખાય તો કોઈક કદરૂપા, કાળા, રડમસ
દેખાય....
કોઈકના વાળ સોહામણા, આકર્ષક દેખાય તો કોઈકને ભરયૌવનમાં પણ મસ્તકમાં ટાલ પડી ગઈ હોય કે વાળ ધોળા થઈ ગયા હોય...
કોઈકની આંખો લાંબી-સપ્રમાણ-વિશિષ્ટકક્ષાની હોય, તો કોઈક કાણિયા હોય, કોઈકની એકાદ આંખ ત્રાંસી હોય, કોઈકની એકાદ આંખની કીકી જ વિચિત્ર પ્રકારની હોય...
કોઈકના નાક અણિદાર હોય, કોઈકના નાક સાવ ચપટ-બેડોળ હોય...
કોઈક સર્વાગ સંપૂર્ણ હોય, તો કોઈને “ઉંટના અઢારે અંગ વાંકા' એ ન્યાય લાગુ પડેલો હોય...
કોઈક પાતળા કે મધ્યમ હોય, કોઈક અતિ જાડા, હાસ્યાસ્પદ લાગે તેવા હોય...
નવા ઉપાશ્રયો આલિશાન મહેલ જેવા, આકર્ષક રંગે રંગાયેલા હોય, જૂના ઉપાશ્રયો ખૂણા-ખાંચાવાળા નાના, અંધારીયા, ઉખડી ગયેલા કલરવાળા હોય...
પહેરવાના વસ્ત્રો તદન નવા કાઢેલા હોવાથી એકદમ સફેદ-ચોખ્ખા હોય, તો કોઈક વસ્ત્રો વર્ષોથી વપરાતા હોવાથી કધોણા થઈ ગયેલા અને મહિનાથી કાપ કાઢ્યો ન હોવાથી મેલા ડાઘાવાળા હોય
કોઈકનો ચહેરો અત્યંત સોહામણો હોય કે કોઈકનો વળી કોઢના સફેદ સફેદ અનેક ડાઘાવાળો હોય.
કાપ કાઢ્યા બાદ હથેળીનો-હાથનો બધો મેલ નીકળી જવાથી એ હથેળી સફેદાઈ + લાલાશથી ભરપૂર હોય કે કાપ કાઢ્યા પૂર્વે હાથ ધોયા ન હોવાથી એ હાથ શ્યામવર્ણના દેખાતા હોય...
ડોક્ટર પાસે જવાનું હોવાથી બંને પગો બરાબર ધોઈ લીધા હોય અને તેથી લેશપણ ડાઘા વિનાના હોય કે પછી ધૂળ-માટી વગેરે વગેરે દ્રવ્યોના સંપર્કને કારણે બંને પગો ઉપર જ- - - - - - - - - - - - ૩ ૨ ૩ ૪૯ - - - - - - - - - - -