Book Title: Mahavrato
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 332
________________ नमोऽस्तु तस्मै तव शासनाय જે ઉતાવળ કરશે, એ જો પાછળથી સ્વભાવમેળ વગેરે નહિ પડે તો આલોકમાં ખૂબ ખૂબ દુ:ખી થશે. ધારો કે સ્વભાવમેળ પડશે તો પણ સંયમજીવન ગમે તેવું જીવશે, શિથિલતાઓને પોષશે... તો દીક્ષા આપનારનો પરલોક બગડશે... ,, એટલે શિષ્યની લાલચમાં ઉતાવળ કરવી એ કોઈપણ હિસાબે યોગ્ય નથી. જેમ દીક્ષામાં ઉતાવળ યોગ્ય નથી, તેમ દીક્ષા માટે કોઈકના ઉછળતા ભાવોને રોકવા, તોડવા એ પણ યોગ્ય નથી. “સંયમજીવન વર્તમાનમાં દુષ્કર છે, એના કરતા તું સાચો શ્રાવક બન... એમાં જ તારું કલ્યાણ થશે...” દીક્ષાની ભાવનાથી આવેલા કે દીક્ષાની ભાવનાથી નજીકમાં જ રહેલા જીવોને આ રીતે શ્રાવકજીવનની મહત્તા દર્શાવવી, એ તો એના ઉછળતાભાવોને તોડવા રૂપ બની ૨હે. જો વર્તમાનમાં સાચી સાધુતા દુષ્કર છે, તો વર્તમાનમાં શું સાચું શ્રાવકપણું સુકર છે ? શ્રાવકોનું સમ્યક્ત્વ પણ ન ટકે અને માર્ગાનુસારિતા પણ ન ટકે એવા અતિ ભયંકર નિમિત્તો એમની ચારે બાજુ પથરાયેલા પડ્યા છે. વિજ્ઞાન, નવા નવા મતો એમના સમ્યકત્વને હણી નાંખે છે, તો ભોગસુખો, વધતી જતી અમાન-સમાન અનુકૂળતાઓ એમની માર્ગાનુસારિતાનો ઘાત કરી દે છે. જેમ સાચી સાધુતા અઘરી છે, એમ સંસારમાં રહીને સાચી શ્રાવકતા, સમ્યક્ત્વ કે માર્ગાનુસારિતા સાચવવી એ પણ એટલી જ અઘરી છે. ઉલ્ટું જો એ જીવ સારા ગ્રુપમાં જોડાશે, તો નિમિત્તોથી દૂર થવાથી, સતત સાચું માર્ગદર્શન મળવાથી માર્ગાનુસારિતા, સમ્યક્ત્વ, દેશવિરતિ અને સર્વવિરતિને પણ પામી શકશે. છેવટે માર્ગાનુસારિતા પામે-ટકાવે એ પણ આ કાળમાં નાનો લાભ નથી. અધ્યાત્મસારમાં કહ્યું છે કે અંશુદ્ધાપિ ત્તિ શુદ્ધાયા: પ્રિયા હેતુ: સવાશયાત્ । અશુદ્ધ ક્રિયા પણ જો એમાં શુભ ભાવ ભળેલો હોય, ક્રિયાનું લેશ પણ બહુમાન એમાં જોડાયેલું હોય, તો એ શુદ્ધ ક્રિયાને લાવી આપે છે. યોગક્વિંશિકાવૃત્તિમાં કહ્યું છે કે ये तु गीतार्थाज्ञानिरपेक्षा विध्यभिमानिनः इदानीन्तनव्यवहारमुत्सृजन्ति, अन्यं च. विशुद्धं व्यवहारं संपादयितुं न शक्नुवन्ति, ते बीजमात्रमप्युच्छिन्दन्तो महादोषभाजो भवन्ति । જેઓ ગીતાર્થોની આજ્ઞામાં નથી, “વિવિધ જ પાળવી જોઈએ, વિધિ વિનાનું અનુષ્ઠાન ખોટું જ છે એ ચલાવી ન લેવાય” એમ વિધિના અભિમાનવાળા છે, અને એટલે જ જેઓ વર્તમાનના અવિધિવાળા અનુષ્ઠાનોને છોડી દે છે, છોડાવી દે છે. એની *** ૩૩૧ * ****

Loading...

Page Navigation
1 ... 330 331 332 333 334 335 336 337 338