Book Title: Mahavrato
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 334
________________ नमोऽस्तु तस्मै तव शासनाय કહી શકાય કે એ ૫૦ પાનાનું લખાણ ટાઈપ કરી શકે છે. હવે આ જ વાત આપણા જીવનમાં વિચારીએ. આપણી પાસે સંઘયણ છે છઠ્ઠુ ! આપણી પાસે કેવલજ્ઞાની વગેરે કોઈ જ અતિશયજ્ઞાની નથી, એકાદ પૂર્વધર પણ હાજર નથી. આપણી પાસે જે ગુરુજનો છે. એ પ્રાચીન મહાપુરુષો જેવા તો પ્રાયઃ નથી જ. આપણને સંયમપાલનને અનુકૂળ ક્ષેત્રો પણ ઓછા-ઘણા ઓછા મળે છે. આપણને ચારે બાજુ એવા એવા કુનિમિત્તો મળે છે કે જેનાથી સંયમજીવન અને એના પરિણામો વધારવાની વાત તો દૂર રહી પણ ટકાવી રાખવા-ઘટવા ન દેવા... એ પણ દુષ્કર છે. આવી તો ઢગલાબંધ આધ્યાત્મિક પ્રતિકૂળતાઓ વચ્ચે આપણે જીવીએ છીએ. હવે આપણે ટકાવારી કાઢીએ. જો આવી પરિસ્થિતિમાં પણ આપણને સંયમ ગમતું હોય, આપણા દોષો બદલ ખરેખર રડવું આવતું હોય, દેવાધિદેવ સામે સ્તુતિ-ચૈત્યવંદન કરતી વખતે આપણું હૈયુ ભીનું ભીનું થતું હોય, કંઈક સારું કરવાની ભાવનાઓ થતી હોય, કંઈક સારું કરીએ તો એનો આનંદ આવતો હોય... આમ ભલે મંદ મંદ પણ સુંદર પરિણામો આત્મામાં જાગ્રત થતા હોય... તો જ્યારે પ્રથમાદિ સંઘયણો મળશે, જ્યારે કેવલજ્ઞાનીઓ કે પૂર્વધરો મળશે, જ્યારે ગૌતમ સ્વામી જેવા મહાન ગુરુજનો મળશે, જ્યારે સંયમપાલનની પુષ્કળ અનુકૂળતાવાળા ક્ષેત્રો ખૂબ મળશે, જ્યારે સંયમપરિણામોને ખૂબ ખૂબ વધારી શકાય એવા જ નિમિત્તો ચારેબાજુ પથરાયેલા મળશે... આવી ઢગલાબંધ આધ્યાત્મિક અનુકૂળતાઓ વચ્ચે જ્યારે આપણે જીવવાનું આવશે, ત્યારે તો આપણા શુભભાવો કેવા વધી ગયા હશે ? ક્ષપકશ્રેણીની કેટલા બધા નજીકમાં આપણે પહોંચી ગયા હશું ? ટુંકમાં સંયમપરિણામો માટેની ચિક્કાર પ્રતિકૂળતાઓ વચ્ચે પણ જો આપણે થોડો ઘણો શુભભાવ ટકાવી શક્યા છીએ, તો સંયમપરિણામો માટેની ચિક્કાર અનુકૂળતાઓ વચ્ચે આપણે કેટલા બધા ઉંચી કોટિના શુભભાવને પામશું ? વર્તમાનકાળના સામાન્યગુરુ પ્રત્યે પણ જો આપણે થોડો-ઘણો સમર્પણભાવ કેળવી લીધો છે, તો જ્યારે કેવલી કે ચૌદપૂર્વધર જેવા મહાન ગુરુ મળશે, ત્યારે ૩૩૩ ** ***

Loading...

Page Navigation
1 ... 332 333 334 335 336 337 338