________________
--------મહાવ્રતોની રક્ષાતો-વૃદ્ધિનો અમોઘ ઉપાય : ભાવતાઓ ------- (!) પાંચ-સાત ટુકડા વાપરવામાં આવે... સાધુને બેયમાં શું ફેર પડે ?
આંબિલ ખાતાની ૨૦-૨૫ ગરમાગરમ આઈટમોથી ઓળી કરવાની આવે કે ચાલુ વિહારમાં નિર્દોષ ગોચરી વાપરવાની ખેવના હોવાથી માત્ર જાડી લુખી રોટલી અને ઉકાળેલા પાણીથી આંબિલ કરવા પડે.... સાધુને બેયમાં શું ફેર પડે ?
ગોચરી વધી પડે ત્યારે ખપાવવા માટે અનુકુળ મીષ્ટાન્નાદિ વાપરવા પડે કે શાક, સુપ, આહાર - ઠંડા ભાત ખપાવવામાં આવે...બેયમાં સાધુને શું ફરક પડે ?
માપસર મસાલાવાળી રસોઈ આવે કે ભૂલથી બિલકુલ અલુણી કે ભૂલથી બમણા બલવણવાળી ગોચરી આવે... એ વાપરવી પડે... બેયમાં સાધુને શું ફેર પડે ?
રોજ મીષ્ટાન્નાદિવાળી ગોચરી મળે કે ઉનાળાદિમાં મહીના સુધી માત્ર ને માત્ર રોટલી-શાક-દાળ ભાતવાળી સાવ સાદી ગોચરી મળે, એમાં એકાસણું કરવું પડે... સાધુને બેયમાં શું ફેર પડે ?
કેરીનો રસ અનુકૂળ આવે કે કેરીનો રસ અતિ ખાટો, ઉતરી ગયેલો આવે... બેયમાં સાધુને શું ફેર પડે ? - સાધુ માત્ર ને માત્ર શરીર ટકાવવા જ ગોચરી વાપરે છે, રાગદ્વેષ ખતમ કરવા ગોચરી વાપરે છે... એટલે એ આવી વિચિત્ર પરિસ્થિતિમાં પણ મેરુની જેમ અડગઅડોલ રહે છે. એ નથી તો સારા ગોચરી-પાણીની પ્રશંસા કરતો કે
નથી તો પ્રતિકૂળ ગોચરી-પાણીની ફરિયાદ કરતો... રે ! એને અનુકૂળ-પ્રતિકૂળ આ બે ભેદો જ ક્યાં છે ?
સ્વાધ્યાયાદિ યોગમાં તલ્લીન બની ચૂકેલા સાધુને આ પ્રશંસા કે ફરિયાદ કરવાની એકપળની પણ ફુરસદ જ ક્યાં છે ?
ગંધ :
ચાલુ વિહારમાં આજુ બાજુના બગીચા વગેરેમાંથી પુષ્પોની મનોહર સુગંધ આવે કે ગટર પાસેથી પસાર થતી વખતે વિષ્ઠાદિની ભયંકર દુર્ગધ આવે..... સાધુ માટે બધુ સમાન !
ગ્લાન સાધુ માટે ઘરોમાંથી અનુકૂળ વસ્તુઓ પાત્રમાં વહોરી લાવવાની હોય, તપસ્વી માટે પારણામાં વિશિષ્ટ દ્રવ્યો પાત્રામાં વહોરી લાવવાના હોય કે એ જ ગ્લાનના કે એ જ તપસ્વીના સ્પંડિલ-માત્રુના પ્યાલા દૂર જઈને પરઠવવાના હોય... સાધુ માટે બધુ સમાન ! - સેંટ અત્તરથી વાસિત વસ્ત્રોવાળા શ્રાવકોના આગમનથી આખા ઉપાશ્રયમાં સુગંધ વ્યાપી જાય કે અજીર્ણવાળા કોઈકની વાછૂટથી ઉપાશ્રયમાં ચારે બાજુ દુર્ગધ વ્યાપી નહe ---------------૦૯ ૩ ૨ ૧ - - - - - - - - - - - - - - - - -