________________
હ-ક-લ-----મહાવતોની રક્ષાનો-વૃદ્ધિનો અમોઘ ઉપાય : ભાવતાઓ ------------ પણ સમજી જ લેવી.
પંચમ મહાવ્રતમાં પાંચ ભાવનાઓ
કલિકાલ સર્વજ્ઞશ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા યોગશાસ્ત્રના પ્રથમ પ્રકાશમાં પાંચમા મહાવ્રતની પાંચ ભાવનાઓનું વર્ણન કરતા ફરમાવે છે કે
स्पर्शे रसे च गन्धे च स्मे शब्दे च हारिणि । पञ्चस्वितिन्द्रीयार्थेषु गाढं गाय॑स्य वर्जनम् । एतेष्वेवामनोज्ञेषु सर्वथा द्वेषवर्जनम् । आकिञ्चन्यव्रतस्यैवं भावनाः पञ्च कीर्तिताः ।
સ્પર્શ અનુકૂળ સ્પર્શનો સંપર્ક થાય, તો એમાં ગાઢ આસક્તિ ન કરવી અને પ્રતિકૂળ સ્પર્શનો સંપર્ક થાય તો એમાં સર્વપ્રકારે દ્વેષનો ત્યાગ કરવો એ પ્રથમ ભાવના છે.
ડામરનો કે સીમેન્ટનો રસ્તો હોય તોય શું? ને કાંકરા - કાંટાવાળો રસ્તો હોય તોય શું?
ખબર પણ ન પડે એ રીતે લોચ કરનાર લોચ કરે તોય શું? ને આંચકાઓ લાગે તોય શું?
જાડો-કોમળ સંથારો મળે તોય શું ? ને ખૂંચે એવો સંથારો મળે તોય શું ?
લીસા - પાતળા કપડા મળે તોય શું ? ને ચામડી ફાડીને લોહી કાઢી નાંખનારા કપડા મળે તોય શું ?
કોઈનો આશ્વાસન આપતો હાથ શરીર પર ફરે તોય શું? ને ગાલ પર બે તમાચા પડે તોય શું ?
શરીર પર સુગંધી દ્રવ્યો ચોપડવામાં આવે તોય શું ? અને વરસાદાદિમાં શરીર કાદવથી ખૂબ ખરડાય તો ય શું ? - વજનમાં હલકો-નાનો ઘડો મળે તોય શું? ને ઘણા પાણી ભરેલો મોટો ઘડો ઉંચકવો પડે તોય શું ?
ગોચરી ઉંચકવાનો અવસર જ ન આવે તોય શું? ને પુષ્કળ વજનથી હાથ રહી જાય, લોહી ગંઠાઈ જાય તોય શું?
માંદગીમાં માત્ર બામ લગાડવાથી પતી જાય તોય શું ? ને શરીરમાં ૧૦-૨૦ ઈજેક્શનોની સોંય ઘોંચાય તોય શું?
નેઈલકટર વડે નખ વ્યવસ્થિત સમારાય તોય શું ? ને ભૂલથી કાચી ચામડી પણ ઉતરડાઈ જાય તોય શું ?
હોઠ એકદમ સુંવાળા રહે તોય શું? ને શિયાળાદિમાં ચામડી ઉખડે-લોહી નીકળેબળે તોય શું?
પગ સારા-સુંવાળા હોય તોય શું? ને એમાં તિરાડો પડે, ચામડી ઘસાય, લોહી નીકળે તોય શું?