________________
મહાવ્રતો
જાય... સાધુ માટે બધુ સમાન !
ગુરુના સામાન્ય મલિન વસ્ત્રોનો સાબુ વગેરેથી કાપ કાઢવાનો હોય કે ગ્લાનના સ્થંડિલ-માત્રુથી અતિશય બગડેલા વસ્ત્રોનો કાપ કાઢવાનો હોય... સાધુ માટે બધુ સમાન !
પોતાના હાથે અનેક સહવર્તીઓને સુંદર-મજાની ગોચરી વહેંચવાનો લાભ મળતો હોય કે કોઈક સાધુ ભૂલથી જમીન પર જ પુષ્કળ ઉલટી કરી બેસે, ત્યારે ખોબા ભરી ભરીને એ ઉલટી પ્યાલામાં લઈને, એ જગ્યા સાફ કરીને, એ પ્યાલો વિધિસર પરઠવવાનો હોય... સાધુ માટે બધુ સમાન !
રોજ સાબુ-શેમ્પુથી સ્નાન કરનારા, મુખમાંથી દુર્ગંધ ન આવે એ માટે સુગંધીદાર મંજન કરનારા, રોજેરોજ ધોયેલા કપડા પહેરનારા શ્રીમંતો સાથે નજીકમાં બેસીને વાત કરવાનો અવસર આવે કે બિલકુલ સ્નાન ન કરનારા, મંજનાદિ ન કરતા હોવાથી મુખમાં તેવી ગંધવાળા, મિલનવસ્ત્રોવાળા સાધુ સાથે અગત્યની વાત માટે નજીક બેસીને વાત કરવાનો અવસર આવે... સાધુ માટે બધુ સમાન !
રસોડામાં બનતી ભાતભાતની મીઠાઈઓની મઘમઘતી સુગંધ છેક ઉપાશ્રયમાં ઉપર સુધી આવે કે આજુ બાજુમાં મરી પડેલી ગાયના શબની નાક ફાડી નાંખે એવી દુર્ગંધ છેક ઉપાશ્રયમાં ઉપર સુધી આવે... સાધુ માટે બધુ સમાન !
નવા ઉપાશ્રયોમાં અઘતન કક્ષાના એટલે જ દુર્ગંધાદિ વિનાના વાડામાં સ્થંડિલ બેસવું પડે કે જૂના ઉપાશ્રયોમાં જે વાડામાં જૂના સ્થંડિલો પડેલા હોય, સ્થંડિલવાળા પ્યાલાઓ પડેલા હોય એવી જગ્યાએ બેસવું પડે... સાધુને બધુ સમાન !
બહાર સ્થંડિલ જવાનું થાય ત્યારે એકદમ ચોખ્ખી જગ્યા મળે કે સવારે સેંકડો લોકો ત્યાં સ્થંડિલ જતાં હોવાથી આજુ બાજુ વિષ્ઠાઓવાળી જગ્યા મળે... સાધુને બધું સમાન! સાધુ જુગુપ્સામોહનો વિજેતા છે, એને ક્યાંય જુગુપ્સા ન થાય હા ! ઔચિત્ય ખાતર, ખરાબ ન દેખાય એ ખાતર કંઈક કરવું પડે એ જુદી વાત ! પણ જુગુપ્સાના કારણે સાધુનું મોઢું કદી ન બગડે. સુગંધાદિના કારણે સાધુના મુખ પર મલકાટ કદી ન પ્રગટે. પુદ્ગલસ્વરૂપનો જ્ઞાતા મહાત્મા સુગંધ-દુર્ગંધના ચક્કરમાં ન ફસાય, એના સંકલ્પ વિકલ્પમાં અણમોલા માનવભવની એક સેકન્ડનો કરોડમો ભાગ પણ સાધુ ન બગાડે.
પેલા તત્ત્વજ્ઞાની મંત્રી અને પુદ્ગલરસિક રાજાની કથા ક્યાં પ્રસિદ્ધ નથી ? નગરની ગટર પાસે મંત્રી નાક બંધ કરતો નથી, મોઢું મચકોડતો નથી, નિંદા કરતો નથી... આશ્ચર્યચકિત રાજા પૂછે છે કે “મંત્રી ! શું તને દુર્ગંધ નથી આવતી...” મંત્રી કહે કે “આ તો પુદ્ગલનો સ્વભાવ...’ અંતે રાજાને પ્રતિબોધ પમાડવા માટે મંત્રીએ એ જ
*** 322 -
***