________________
મહાવ્રતો
વહેલી સવારે ઠંડકમાં વિહાર થઈ જાય તોય શું ? ને તડકામાં ઉપર-નીચે ઘોર ગરમી વેઠવી પડે તોય શું ?
શિયાળામાં બે-ચાર ધાબડાની મસ્ત વ્યવસ્થા મળે તોય શું ? ને એકપણ કામળી વિના આખી રાત પસાર કરવી પડે તોય શું ?
આવી તો સેંકડો બાબતો વિચારી લેવી.
સાધુ બધામાં પ્રશમભાવનિમગ્ન બને,
હા ! છદ્મસ્થતાના કા૨ણે સંજ્વલન રાગ-દ્વેષ થઈ પણ જાય. માટે જ તો ગાઢ શબ્દ લખેલો છે. એ સુચવે છે કે ગાઢ રાગ છોડવો... અર્થાત્ મંદરાગ પણ છોડવાનો તો છે જ છતાં એ વર્તમાનમાં ન છૂટે, તો પણ ગાઢ રાગ તો ન જ થવા દેવો. એ જ વાત ગાઢ દ્વેષ અંગે પણ સમજી લેવી.
ગાઢ રાગ એટલે પ્રશંસા કરવી. ખૂબ ખુશ થવું. એમાં રચ્યાપચ્યા રહેવું.
ગાઢ દ્વેષ એટલે નિંદા કરવી-ખૂબ દુઃખી થવું - હાય ! હાય ! કરવી, ફરિયાદો ચાલુ રાખવી.
સાધુ તો સારી વસ્તુને પણ સહન કરે, પચાવે. સાધુ તો ખરાબ વસ્તુને પણ સહન કરે, પચાવે.
રસ ઃ
ઉનાળામાં અમદાવાદી નવા ઘડાનું બેકલાકથી ઠંડુ થયેલું પાણી મળે કે મોટા વિહાર કરીને પહોંચ્યા હોઈએ અને આપણા ગયા પછી જ પાણી ગરમ મૂકેલું હોય, એ ધગધગતું ગરમ પાણી લાવીને ખાસી તરસ છિપાવવા એ ગરમ પાણી વાપરવું પડે સાધુને બેયમાં શું ફેર પડે ?
કારણસર કરાતી નવકારશીમાં ગરમાગરમ, કેસર-ઈલાયચી-એલચીવાળું દૂધ મળે કે બપોરના એકાસણામાં ખાંડ વિનાનું સાવ ઠંડુ દૂધ મળે... સાધુને બેયમાં શું ફે૨ પડે? તેલ વિનાનું ઓછા મરચાવાળું વ્યંજન વાપરવા મળે કે પુષ્કળ તેલ અને પુષ્કળ મરચાવાળું મારવાડી વ્યંજન વાપરવામાં આવે. સાધુને બેમાં શું ફેર પડે ?
મોઢામાં મૂકીએ અને ગળામાંથી ઉતરી જાય એવી એકદમ પાતળી અને મોણવાળી રોટલી વાપરવામાં આવે કે સાકરના ટુકડાની જેમ જ રોટલીને દાંતથી તોડવી પડે એવી જાડી-મોણ વિનાની રોટલી વાપરવામાં આવે સાધુને બેયમાં શું ફેર પડે ?
રસગુલ્લા - રસમલાઈ - અંગુ૨૨બડી જેવી મીઠાઈઓ વાપરવામાં આવે કે ભૂલથી જેમાં ખાંડ જ નાંખવાની રહી ગઈ છે એવી અને લોટ વધારે સેકાઈ ગયો હોવાથી કડક બની ગયેલી, ઘી ઓછું હોવાથી સૂકી પંદર-વીસ દિવસ જૂની મોહનથાળ જેવી મીઠાઈ
૩૨૦