________________
* મહાવ્રતો
સાધુનું પતન થવાનો અવસર જ પ્રાયઃ ન આવે.
પ્રણીતાત્યદનત્યાગ : દૂધ-ઘી-મીઠાઈઓ... આ બધુ પ્રણીત ભોજન છે, સાદી ગોચરી પણ જો પેટ ભરીને કે દાબી દાબીને વાપરે તો એ અતિભોજન કહેવાય. આ બંને વસ્તુ બ્રહ્મચર્યને નુકસાન કરનારી છે. આત્માર્થી સાધુએ આ બંનેનો ત્યાગ કરવો. અશક્તિ વગેરે ઉત્પન્ન થાય તો જરૂરિયાત પ્રમાણે અલ્પ પ્રણીતભોજન લઈ શકાય, પણ એ જેટલું ઓછામાં પતે એટલું જ સારું. એમ ગોચરી વધી પડે અને ખપાવવા લેવી પડે, તો એ રીતે અતિભોજન કર્યા પછી બીજા દિવસે ઉપવાસ / ઉણોદરી કરી લેવી.
(આ અંગે વિસ્તૃત વર્ણન જોઈ જોવું હોય તો ધન તે મુનિવરા રે... પુસ્તકમાં જે બ્રહ્મચર્ય નામના ગુણ ઉપરની ૮-૧૦ ગાથાઓનું વિસ્તૃત વિવેચન છે. એ જોવું.)
પ્રશ્ન : આજે પ્રણીતભોજન તો મોટા પ્રમાણમાં વપરાય છે, તો શું એ ખોટું છે ? ઉત્તર : સંઘયણની નબળાઈ, સખત પરિશ્રમ વગેરેને કારણે ખરેખર શરી૨ ટકાવવા માટે, આસક્તિને પરવશ થયા વિના માપસર જ એ પ્રણીત ભોજન વપરાતું હોય તો એ અપવાદમાર્ગ છે, એમાં દોષ નથી. પણ આસક્તિને પરવશ બનીને, શરીરને જરુર ન હોવા છતાં પ્રણીત ભોજન વાપરવું, શરીરને ઓછી જરુર હોવા છતાં વધારે પ્રણીત ભોજન વાપરવું... એ શાસ્ત્રાજ્ઞાભંગ છે.
યાદ રાખો કે
ઉત્તરાધ્યયન સૂત્રમાં શ્રમણ ભગવાન મહાવીરદેવ કહે છે.કે રસા પામ ન નિસેવિય∞ા, પાયં રસા વિત્તિના હૅવંતિ । પ્રણીત ભોજન વધુ ન વાપરવું. પ્રાયઃ એ વિકાર કરનારું બને છે.
દસવૈકાલિક સૂત્રમાં ચૌદપૂર્વધર શ્રી શય્યભવસૂરિ કહે છે કે પત્નીત્ર રસ મોબળ...વિસં તાલનું ના પ્રણીત ભોજન એ સાધુ માટે તાલપુટઝેર છે.
કલિકાલ સર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરિજી કહે છે કે “પ્રખીતાત્યનત્યાત્' પ્રણીત ભોજનનો ત્યાગ કરો...
સેંકડો ગ્રન્થોમાં સેંકડો મહાપુરુષોએ બહુ જ સ્પષ્ટ શબ્દોમાં આ વાત ઉચ્ચારી છે. એની અવગણના એ પ્રભુવીરથી માંડીને સેંકડો મહાપુરુષોની અવગણના છે. “આ શું વારંવાર એકની એક વાત ! વિગઈ છોડો, વિગઈ છોડો...” એવા શબ્દો દ્વારા આ પદાર્થની મશ્કરી એ પ્રભુવીરથી માંડીને સેંકડો મહાપુરુષોની મશ્કરી છે.
કોઈ ભલે ગમે તે કહે, શાસ્ત્રવચનો બહુ સ્પષ્ટ છે. જે એનો અપલાપ કરશે, એ ગમે તેવો મહાન હોય, એ એના દારુણ અંજામ ભોગવશે જ, એ નિશ્ચિત વાત છે. આ જ વાત વિભૂષા અંગે વારંવાર કાપ કાઢીને આકર્ષક વસ્ત્રો-પહેરવા અંગે
૩૧૮ -
***