Book Title: Mahavrato
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 318
________________ -------- મહાવ્રતોની રક્ષાનો-વૃદ્ધિનો અમોઘ ઉપાય : ભાવતાઓ -------- ભોગવ્યા હોય, હસી હસી વાતો કરી હોય, જાત જાતની રમતો સાથે રમ્યા હોય, મજાકભાવે પરસ્પર ઝપાઝપી કરી હોય... આમાંનું કંઈપણ યાદ ન કરે. જો આ બધું યાદ કરે તો કામ વિકારો જાગવાની શક્યતા પાકી આ વાત બિલકુલ ભૂલવી ન જોઈએ. જેમ સ્વપ્નમાં ભૂત દેખાય અને માણસ ગભરાઈ જાય, ઘરમાં અચાનક સાપ દેખાય અને માણસ ગભરાઈ જાય... એમ મનમાં ભૂતકાળના આવા કોઈપણ પ્રસંગ યાદ આવે કે તરત જ સાધુ સાવચેત બની જાય, મનને જલ્દી બીજા કામમાં જોડી દે.. એ વિચારોને લાંબા ચાલવા જ ન દે... આમ કરે તો એનું બ્રહ્મચર્ય સુરક્ષિત રહી શકે. - સ્રીરથી ગોક્ષUT.. સ્ત્રીના મનોહર અંગો - મુખ વગેરે તરફ સાધુ દષ્ટિપાત ન કરે, ભૂલથી દષ્ટિ પડી જાય તો તરત જ આંખને પાછી ખેંચી લે. સાધુ પોતાના શરીરનો સંસ્કાર ન કરે. અર્થાત્ મોઢું ધોવું, વાળ ઓળવા, આકર્ષક ચશ્માં રાખવા, કપડા ધોળા-ધબ પહેરવા... આવું કશું ન કરે. સાધુએ બ્રહ્મચર્યની રક્ષા માટે બે બાબતો જાળવવાની છે. (૧) પોતાને કોઈ તરફ વિકાર પેદા ન થવો જોઈએ. (૨) કોઈને પોતાના તરફ વિકાર પેદા ન થવો જોઈએ. જો પોતે જ વિકારગ્રસ્ત બનશે, તો પોતે સામે ચાલીને પતનની ખાઈમાં પડશે. - જો પોતે વિકારગ્રસ્ત ન બને, પણ કોઈ પોતાના તરફ વિકારગ્રસ્ત બને, તો એ બીજી વ્યક્તિ પોતાના વિકારો સંતોષવા સાધુને પાડવાનો પ્રયત્ન કરે, એમાં સાધુ ન પણ ટકે, અને તો એ રીતે પણ સાધુ પતન પામે. આ બેમાંથી એકપણ પ્રકારે પતન ન થાય એ માટે ઉપરની બે બાબતો જાળવવાની છે. સાધુ જો સ્ત્રીના મોઢા વગેરે તરફ વારંવાર જોશે, તો એ વિકારી બનશે, તો એ સ્વયં પતનની ખાઈમાં પડશે, એ ન થવા દેવા માટે સાધુ પોતાની આંખોને ક્યાંય આડીઅવળી ભટકવા ન દે, એને કાબુમાં રાખે, સ્ત્રી તરફ જૂએ જ નહિ, એટલે પ્રાયઃ વિકાર જાગે જ નહિ, એટલે સ્વયં પતનમાં પડવાનું બને જ નહિ. પણ સાધુ જો મોઢું ધૂએ, સારા કપડા પહેરે, આકર્ષક ચશ્મા પહેરે, વાળ ઓળે... તો એને જોઈને સ્ત્રીઓ વિકારી બને, તેઓ સામેથી આકર્ષાય અને એમના દ્વારા સાધુનું પતન થાય. આવું ન થવા દેવા માટે જ બીજો વિકલ્પ છે. સાધુ દેખાવમાં સાદો - કપડા પણ સાદા-મેલવાળા, શરીર પર થોડો મેલ બાઝેલ હોય, મુખ ધોયું ન હોવાથી એ પણ શ્યામ લાગે, ચશ્મા પણ સાવ સાદા, વાળ ધોળા થઈ ગયેલા કે અડધા મસ્તકમાં ટાલ પડી ગઈ હોય, જે વાળ હોય એ પણ જેમ તેમ હોય...આમાં કોઈને આકર્ષણ થાય એ શક્યતા ઘણી ઓછી ! એટલે જ બીજા દ્વારા

Loading...

Page Navigation
1 ... 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338