________________
---------ન મહાવતોની રક્ષાનો-વૃદ્ધિનો અમોઘ ઉપાય : ભાવતાઓ ૨૯-૯-૯લેવાનું કહે, જેટલા પ્રમાણમાં લેવાનું કહે, એટલા વાગે અને એટલા પ્રમાણમાં જ દર્દી દવા લે.
દર્દીએ શું ખાવું? શું પીવું? કેટલું ખાવું-પીવું? ક્યારે ખાવું-પીવું?... આ બધું જ ડોક્ટર નક્કી કરે અને ડાહ્યો દર્દી એ બધું જ માન્ય રાખે. ક્યાંય આડુ-અવળું ન કરે. દર્દીને કોઈ વસ્તુ વાપરવાની ઈચ્છા થાય તો પણ ડોક્ટરને પૂછે કે “હું આ ખાઈ શકું” જો ડોક્ટર ના પાડે, તો ન ખાય. ડોક્ટર હા પાડે તો જ ખાય. - દર્દી જો આમાં ગરબડ કરે, પોતાની ઈચ્છા પ્રમાણે કરે તો રોગ વકરે. ડોક્ટરને જો ખબર પડે તો ડોક્ટર દર્દીને કાઢી પણ મૂકે, ઠપકો પણ આપે.
આપણે બધા સંસારરોગના દર્દી છીએ, ગીતાર્થ ગુરુઓ-વડીલજનો એ આપણા ડૉક્ટર છે. ગચ્છ એ I.C.U છે. સાથેના સાધુઓ નર્સ છે... એટલી વાત આપણા મગજમાં બરાબર દઢ કરી લેવી.
આપણે ગુરુને પૂછ્યા વિના ગોચરી વહોરી લઈએ, ગુરુને દેખાડ્યા વિના ગોચરી વાપરી લઈએ, ગોચરી દેખાડીએ તો પણ અમુક વસ્તુ ન દેખાડીએ, ગુરુની જાણ બહાર તે તે વસ્તુ વાપરી લઈએ, ગુરુની રજા મળે તોય બમણા પ્રમાણમાં એ વસ્તુ ખાઈ લઈએ... આ બધું સંસારરોગને વકરાવવાનું કામ છે. જો ગુરુને ખબર પડે તો હોસ્પીટલમાંથી = ગચ્છમાંથી કાઢી પણ મૂકે.
આવું બધું કરવામાં ગુરુ અદત્તનો દોષ લાગે. માટે આત્માર્થીએ ગોચરી + પાણી ગુરુની રજા લઈને, એમના બતાવેલા પ્રમાણ મુજબ જ વાપરવા, ઈચ્છા થાય તો પણ રજા લીધા પછી જ વધુ વાપરવું.
ચતુર્થમહાવ્રતની પાંચ ભાવનાઓ :
કલિકાલસર્વજ્ઞ શ્રી યોગશાસ્ત્રના પ્રથમ પ્રકાશમાં ચોથા મહાવ્રતની પાંચ ભાવનાઓ નીચે પ્રમાણે દર્શાવે છે
स्त्रीषण्डपशुमवेश्मासनकुड्यन्तरोज्झनात् । सरागस्त्रीकथात्यागात्प्राग्रतस्मृतिवर्जनात् । स्त्रीरम्यालेक्षणस्वांगसंस्कारपरिवर्जनात् । प्रणीतात्यदनत्यागात् ब्रह्मचर्यं च भावयेत् । - આ પાંચ ભાવનાઓ એ મુખ્યત્વે બ્રહ્મચર્યની નવ વાડ રૂપ જ દર્શાવી છે. એ નવવાડનું વર્ણન અમે પૂર્વે કરી ગયા છીએ. છતાં અહીં સંક્ષેપમાં એ જ નવવાડને પાંચ ભાવના રૂપે દર્શાવીશું.
સ્ત્રીષર્ડ....... જે ઉપાશ્રયમાં સ્ત્રી, નપુંસક, પશુઓની હાજરી હોય, તેવા ઉપાશ્રયોનો ત્યાગ કરવો. એમ સ્ત્રી વગેરે જે આસન પર બેઠા હોય, એમના ઉભા થયા પછી પણ ૪૮ મિનિટ સુધી ત્યાં ન બેસવું. તથા જ્યાં ભીંત વગેરે સ્થાનોમાંથી ------------------------૩૧૫ - - - - - - - - - ૦૮-૦૯-૦૯---