________________
*
*
જ. મહાવતો
જ
આપે તો આપણે એમના પર ગુસ્સો નથી કરતા,... એમ કોઈક સ્થાનિક સાધુઓ સ્વભાવદોષને લીધે આપણી સાથે અનુકુળ વર્તન ન પણ કરે, તો પણ આપણે ગુસ્સો કરવાનો નથી. એમને ન ગમે તો એ સ્થાન છોડી દેવું.
અહીં સાધુઓ માટે સાધુઓ સમાનધાર્મિક ! સાધ્વીઓ માટે સાધ્વીઓ સમાનધાર્મિક !
જિનશાસનના પદાર્થો કેટલા સૂક્ષ્મતમ છે, કેટલા હૃદયસ્પર્શી છે, કેટલા પરિણિતિપ્રધાન છે, એ આ બધા ઉપરથી સારી રીતે સમજી શકાય છે.
મનપિપાનાનાનિ : ફેક્ટરીમાં હજારો મજુરો કામ કરે, એના કારણે લાખો રૂપિયાનો નફો થાય. પણ એનો માલિક કોણ ? કામ કરનારા મજુરો ? કે ફેક્ટરીનો માલિક ! સીધી વાત છે કે મજુરોના કારણે જ આ લાખોનો નફો થયો છે. છતાં એની માલિકી મજુરોની નથી. એનો માલિક તો શેઠ જ બને. હા ! એ પછી મજુરોને એમનો નક્કી કરેલો પગાર ચૂકવે, મજુરો એ પગારના હકદાર ખરા !
એમ સાધુઓ બધી ગોચરી વહોરી લાવે, પણ એ બધાની માલિકી માત્ર ને માત્ર ગુરુની = વિદ્યમાન વડીલની છે. “હું આ લાવ્યો છું, હું બે કિ.મી. ફરીને આવ્યો છું, માટે આ વસ્તુ મને મળવી જોઈએ” એવું સાધુથી ન વિચારાય. “ગુરુએ મારી લાવેલી વસ્તુ બીજાને આપી દીધી. મેં આટલી મહેનત કરી, તો પણ મને સાવ સાદી ગોચરી મળી, હું કેટલું બધું મીષ્ટ વહોરી લાવેલો, છતાં મારા ભાગે કશું ન આવ્યું” આવો વિચાર સાચો સાધુ ન કરે.
સાચો સાધુ તો જે વસ્તુઓ મળે, એ બધી જ ગુરુને સોંપી દે, એના મનમાં આ નિર્ણય દૃઢ હોય કે “ગુરુ મને જે આપે, એ જ મારે વાપરવાનું. મને ભૂખ લાગે તો પણ મારે ગુરુને પુછવાનું કે મારે વાપરવું છે, હું ગોચરી લાવું, આ વસ્તુ વાપરુ ?” જો ગુરુ હા પાડે તો જ મારે વાપરવાનું.
આમ ગુરુની કે ગુરુની ગેરહાજરીમાં સ્થાનિક વડીલની રજા મળે, પછી જ ગોચરીપાણી વાપરી શકાય. તેઓ જે જે વસ્તુની રજા આપે, તે તે વસ્તુ જ વપરાય, તેઓ જેટલા પ્રમાણની રજા આપે તેટલું પ્રમાણ જ વપરાય... એના કરતા થોડું પણ વધુ વાપરવું હોય તો ગુરુને પૂછવું જ પડે.
તમને ક્યારેય પણ હોસ્પીટલનો અનુભવ છે ખરો ? તો સાંભળો. ત્યાં મોટા રોગવાળા રોગીને દાખલ કરેલો હોય, રોગની ગંભીરતાના કારણે એને .C.U માં રાખેલો હોય... તો ત્યાં દર્દીના સ્વજનો પણ, ખુદ દર્દી પણ ડોક્ટરને સંપૂર્ણ વફાદાર!
ડોક્ટર ત્રણ-ચાર ટાઈમ જે દવા લેવાનું કહે, એ જ દવા લેવાની. એ જેટલા વાગે - - - - - - - - - - - - ૩૧૪ -૯------------------