________________
જાત જાત-જે-૨૯૯૯ - - - -
મહાવતો કે-૯૦૯૯૯ - -----------
તે ઉપાશ્રયની તે તે વસ્તુની પણ પુનઃ પુનઃ રજા લેતા રહેવું. નવી જગ્યા, નવી વસ્તુ વાપરવાનો અવસર આવે તો એમાં પણ દરેક વખતે રજા લેતા રહેવું. એમ જેટલા કાળની રજા મળી હોય, એટલા કાળની રજા પણ વારંવાર લેતા રહેવી, અને વધુ કાળની રજા જોઈતી હોય તો એ પણ કપટ વિના રજા લેવી..
જો આ બધું જાળવીએ, તો આપણને ચોરીનો દોષ ન લાગે.
પતાવન્માનમેવૈત : ઉપાશ્રયની રજા મળે તો પણ ઉપાશ્રય તો ઘણો મોટો હોય, એટલે એમાં જેટલા સ્થાનનો વપરાશ કરવાનો હોય, એટલા સ્થાન પણ માલિકને જણાવી દેવા. “અમે આ હોલનો, આ હોલમાં આટલી જગ્યાનો ઉપયોગ કરશું... તથા ગોચરી-આરામ માટે અમુક રૂમો વાપરીશું. નીચેના હોલની અને એની રૂમની અમારે જરુર નથી...” વગેરે.
તથા કયું સ્થાન શેના માટે વાપરવાના છીએ, તે પણ જણાવવું “અમે આ જગ્યાએ ગોચરી વાપરીશું, આ જગ્યાએ કાપ કાઢીશું, આ જગ્યાની માત્રા માટે કે વાડા તરીકે ઉપયોગ કરશું, કોઈ સાધુ માંદો પડે તો એના માટે અમુક રૂમ વાપરીશું, જોગ ચાલતા હશે તો કાલગ્રહણાદિ માટે અમુક જગ્યા વાપરીશું, શ્રાવકોને ધર્મોપદેશ આપવા માટે અમુક સ્થાન વાપરીશું....” આ બધું જણાવવું.
આ બધા પાછળનો આશય એ છે કે માલિકને પાછળથી કોઈપણ પ્રકારનું દુઃખ ન થાય. આપણે જો વધારે જગ્યાનો ઉપયોગ કરીએ, આપણે જો ગમે તે સ્થાને ગમે તે કાર્ય કરીએ તો પાછળથી એને ખેદ થાય. એની રજા વિના આપણે આ બધું કરીએ એટલે આપણને ચોરીનો દોષ લાગે.
એક અજૈન ભાઈએ કહેલું કે પહેલા હું ઘણીવાર મારો બંગલો સંન્યાસીઓને પણ અમુક દિવસ માટે આપતો. પણ તેઓએ તો સગડી સળગાવી, તાપણું કરી મારી સફેદ દિવાલને કાળી કરી નાંખી. તેઓ જાય, એ પછી એમની નકામી વસ્તુઓનો ઢગલો થાય, એ બધું મારે સાફ કરાવવું પડે. એટલે મેં એમને ઉતારો આપવાનો બંધ કર્યો.
આપણે વિહારમાં સ્કુલોમાં ઉતરીએ ત્યારે આ જ પરિસ્થિતિ થાય છે ને? આપણે ત્યાં માત્રુ પરઠવવાદિની રજા તો લેતા જ નથી, પછી ત્યાં ગમે ત્યાં માત્રુ-ચંડિલ કરીએ એટલે સવારે એ જાણીને સ્કુલવાળાઓ ગુસ્સે થાય, કાયમ માટે નિર્ણય કરે કે “આપણે જૈન સાધુ સાધ્વીઓને સ્કુલ ન આપવી.”
એને બદલે જો આપણે એમની રજા લઈએ, આપણા આચારો દર્શાવીએ તો તેઓ જ સામેથી કહેશે કે “તમે આ જગ્યાએ નહિ જતા, પણ આ જગ્યાએ જજો ...” તેઓ પણ છેવટે તો માણસ જ છે, આર્યદેશના સર્જનો છે, આપણને રહેવા દે છે એ એમનો ---૦૯-૦૯-૯-૯-૯-૦૯-૦૯-૦૯-૦૯ - - ૩૧૨ ૯-૯-૯-------------