________________
* મહાવ્રતો
તે માળમાં રહી શકાય. બાકીના ૪૦ શ્રાવકો ના પાડે, તો એમના માળમાં ન રહેવાય, પણ ૧૦ શ્રાવકોની સંમતિવાળા માળમાં રહેવામાં કોઈ જ દોષ નહિ.
એક બીજી વાત.
ધારો કે, ૫૦ મજુરોની રસોઈ હજી વહેંચાઈ નથી. બધી ભેગી પડી છે. અને બેપાંચ મજુરોની આપવાની ઈચ્છા નથી. તો શું સાધુ ગોચરી આપવા ઈચ્છતા મજુરોને એવું કહી શકે ખરો ? કે “જુઓ, તમે તમારો ભાગ જુદો માંગી લો, અને એમાંથી મને વહોરાવો...’
ના ! સાધુ સ્વયં આવું કરે નહિ, આવું કહે નહિ. એની મેળે જ જ્યારે ૫૦ મજુરો પરસ્પર રસોઈ વહેંચી લે. એ પછી સાધુ પહોંચે તો યોગ્ય મજુરો પાસેથી વહોરે. પણ પોતે ગોચરી વહોરવા માટે આ બધા ભાગ પડાવવાનું કામ ન કરે, એવી પ્રેરણા પણ ન કરે.
એમ અમુક સંઘમાં ધારો કે ૫૦ શ્રાવકોની માલિકી છે. એમાંથી કેટલાક શ્રાવકો આપણને રોકાવાની ના પાડે છે તો કેટલાક શ્રાવકો આપણને રોકાવાની હા પાડે છે. હવે એ ઉપાશ્રયના ભાગો શ્રાવકો વચ્ચે વહેંચી અપાયા નથી તો સાધુથી ત્યાં ન રહેવાય.
એ વખતે ત્યાં રહેવા માટે સાધુ પોતાને હા પાડનારા શ્રાવકોને એમ કહે કે “તમે તમારો ભાગ માંગી લો, જુદો લઈ લો. એમાં અમને રહેવા દો.” તો એ દોષપાત્ર બનવાનો જ ને ? સાધુ કોઈપણ શ્રાવકને આ રીતની પ્રેરણા ન કરી શકે કે “તમે તમારો ભાગ માંગો” હા ! સાધુના કહ્યા વિના જ, સાધુની લેશ પણ પ્રેરણા વિના જ ભાગો વહેંચાઈ ગયા હોય, પછી સાધુ ત્યાં પહોંચે તો સાધુ જે શ્રાવકો પોતાની જગ્યામાં સાધુને ઉતરવાની રજા આપે, એ શ્રાવકોની એ જગ્યામાં રહી શકે.
વળી આ વ્યવહાર તો જગતમાં પણ જોવા મળે છે. ધારો કે પાંચભાઈઓનો બધો ધંધો એકસાથે ચાલતો હોય, નફો પણ વહેંચાતો ન હોય, ભેગો જ ગણાતો હોય તો એમાંનો એક ભાઈ કોઈક દેરાસરાદિના ચડાવામાં મોટો ચડાવો લેવા ઈચ્છે, તો લઈ નથી શકતો. એ ભાઈઓની સંમતિ લે, બધા હા પાડે પછી ચડાવો લઈ શકે છે. જો એમને પૂછ્યા વિના ચડાવો લે તો ચાર ભાઈઓ ઠપકો પણ આપે, કદાચ કોઈક શિક્ષા પણ કરે.
પણ બધા ભાઈઓએ મિલકતની વહેંચણી કરી લીધી હોય, દરેકે દરેક ભાઈ પાસે પોતાની અંગત મૂડી હોય તો એ અંગત મૂડીના આધારે એ ચડાવો લઈ શકે છે, એમાં એ બીજા ભાઈઓને પૂછતો નથી.
(આ જ વાત જો ટ્રસ્ટીઓ માલિક હોય, તો એમની અપેક્ષાએ વિચારી લેવી કે એકપણ ટ્રસ્ટીની ના હોય તો સાધુ તે ઉપાશ્રયમાં ન રહી શકે. બધાની હા હોય, તો રહી શકે. મિલકતની વહેંચણી થઈ ગઈ હોય તો તે તે ભાગના માલિકની રજા લઈ સાધુ તે
૩૧૦
**