________________
-------- મહાવ્રતોની રક્ષાતો-વૃદ્ધિનો અમોઘ ઉપાય ઃ ભાવતાઓ ----- કહેવાય ને ? કે “આ લબાડ માણસ છે, દાદો છે, ખરાબ છે, એટલે એ ના પાડે તો પણ એની હવેલીમાં ઘૂસીને રહી પડો.”
એ માણસ ગમે તેવો હોય, પણ એ અત્યારે માલિક છે, તો એની સહર્ષ રજા વિના એના મકાનાદિમાં ન જ રહેવાય એ સાવ સીધી સાદી વાત છે.
(ગ) જો ટ્રસ્ટીઓ માલિક ન હોય તો ઉપાશ્રયાદિના માલિક કોણ ? એ તમે જ કહો. જો સંઘના તમામે તમામ સભ્યો માલિક કહેવાતા હોય તો શું આપણે જ્યાં પણ ઉતરીએ છીએ ત્યાં સંઘના તમામે તમામ સભ્યોની રજા લઈએ છીએ ? જો ન લેતા હોઈએ તો અદત્તાદાનનો દોષ ન લાગે ? જો એમ કહો કે સંઘે નક્કી કરેલા ટ્રસ્ટીઓની-માણસોની રજા લઈને રહીએ એટલે દોષ નહિ... તો એનો અર્થ એ જ થયો કે સંઘે નક્કી કરેલા ટ્રસ્ટીઓ-માણસો રજા ન આપે તો ત્યાં ન રહેવાય.
(ઘ) ૪ર દોષમાંનો એક દોષ એવો છે કે ધારો કે ખેતરમાં કામ કરતા ૫૦ મજુરો માટેની રસોઈ ભેગી આવી છે. બધા હાજર છે. પણ બધાને પોત પોતાની રસોઈ વહેંચવામાં આવી નથી. હવે સાધુ ત્યારે વહોરવા પહોંચે તો જો ૫૦ મજુરોની હા હોય તો એમાંથી વહોરી શકે. પણ જો એક-બે મજુરની પણ ના હોય તો એમાંથી વહોરી ન શકાય.
હા બધાને રસોઈ જુદી જુદી અપાઈ ગઈ હોય તો હવે દરેક મજુર પોતપોતાને અપાયેલી રસોઈના માલિક છે. તો ભલે ને પેલા બે મજુર વહોરાવવા ન ઈચ્છે, તો પણ બાકીના ૪૮ મજુરો તો પોત પોતાની માલિકીની રસોઈમાંથી સાધુને વહોરાવી શકે છે, સાધુ વહોરી શકે છે.
જેમ ભોજનસંબંધમાં આ દોષ ઘટે, એમ ઉપાશ્રય-મકાન સંબંધમાં પણ આ દોષ વિચારી શકાય છે, કેમ કે ૪૨ દોષો યથાયોગ્ય રીતે વસ્ત્ર-પાત્ર-વસતિ વગેરે સંબંધમાં લગાવવાના જ છે.
એટલે હવે ધારો કે એક ઉપાશ્રય બનાવવા માટે ૫૦ શ્રાવકોએ પૈસા આપ્યા, હવે જો એ ૫૦ શ્રાવકોને માલિક ગણીએ તો પણ ઉપાશ્રયમાં ૧૦૦ ફૂટની જગ્યા અમુક શ્રાવકની અને ૧૦૦ ફૂટની જગ્યા અમુક શ્રાવકની ... એવી વહેંચણી તો થઈ જ નથી. એટલે આ આખો ઉપાશ્રય ૫૦ શ્રાવકોની સામાન્ય માલિકીમાં ગણાય.
હવે જો એમાંથી ૪૮ શ્રાવકો આપણને ત્યાં રહેવાની હા પાડે પણ બે શ્રાવકો ના પાડે તો એ વાત નક્કી થઈ ને કે આપણે ત્યાં ન રહેવાય. ભલે ૪૮ની હા હોય, તો પણ બેની ના છે, તો એમાં રહેવામાં ગોચરીના દષ્ટાંત પ્રમાણે દોષ લાગવાનો જ.
હા ! ઉપાશ્રયના પાંચ માળ હોય, અને દર દસ-દસ શ્રાવકો વચ્ચે એક-એક માળ વહેંચી દેવામાં આવ્યો હોય... તો જે દસ શ્રાવકો પોતાના માળમાં રહેવાની હા પાડે, ------------------ ૩૦૯ --------------------