Book Title: Mahavrato
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 308
________________ -----ળ મહાવ્રતોની રક્ષાતો-વૃદ્ધિનો અમોઘ ઉપાય : ભાવતાઓ -----* એ પછી કીડીના વધુ ઉપદ્રવને કારણે વિરાધના અટકાવવા માટે અમુકસ્થાને સફેદ પટ્ટો લગાવવાની જરૂર પડી. તો એ પણ બારોબાર ભક્તો દ્વારા કલરવાળાને બોલાવીને પટ્ટો મરાવાય નહિ પણ ટ્રસ્ટીઓને પૂછી લેવું પડે કે “આ અમુક જગ્યાએ સફેદ પટ્ટો ગોચરી માટે મરાવીએ, તો વાંધો નહિ ને ?” એમ કોઈક કારણસર ભીંતમાં ખીલી વગેરે લગાવવી હોય, પડદા કરાવવા હોય, વૃદ્ધ સાધુઓને ઘણી મુશ્કેલી થતી હોવાથી રાત્રે લાઈટની વ્યવસ્થા ગોઠવવી જરુરી હોય... ઉપાશ્રયના ક્ષેત્રમાં કોઈપણ નવા ફેરફાર કરવા હોય તો વ્યવસ્થાપકોની રજા વિના ન કરાય. તેઓની રજા પણ બળજબરીથી ન મેળવાય. સમજણ આપવા પૂર્વક રજા મેળવાય. તેઓ સમજે, વાત સ્વીકારે પછી આ ફેરફારો કરાય. જો આ રીતે વારંવાર એમની રજા ન લઈએ, એમની પાસે માંગણી ન કરીએ અને આપણી રીતે તે વસ્તુનો કે તે તે જગ્યાનો તે તે કામ માટે ઉપયોગ કરવા માંડીએ તો શક્ય છે કે તેઓને એ ન પણ ગમે. તેઓ વિચારે કે “મહારાજને અહીં લાવ્યા, ત્યારે તો બધી વાત જ ન હતી. આ તો ભારે થઈ. ભવિષ્યમાં આમને બોલાવવા નહિ. કાં તો બધી શરત કરીને બોલાવવા.” એમ નક્કી કરેલા સમય કરતા વધુ સમય રહેવું હોય તો પણ ટ્રસ્ટીઓની રજા લેવી જ રહી. આજે ઘણે ઠેકાણે જૈ બોર્ડ મુકવામાં આવે છે કે “શેષકાળમાં ૩/૭ દિવસથી વધુ સમય કોઈએ રહેવું નહિ.” એ પાછળનું કારણ આ જ હશે ને? કે સંયમીઓ ત્યાં રોકાયા બાદ સ્થાન ફાવી જવાથી વિહાર કરવાનું કામ ન લે. ટ્રસ્ટીઓ કહે તો પણ ન માને. ટ્રસ્ટીઓ મુંઝાય. સંયમીઓને કંઈ હાથ પકડીને તો બહાર કાઢી શકવાના જ નથી ને ? છેવટે તેઓએ આવા બોર્ડ મુકવા પડ્યા. આમાં આપણો જ દોષ ને ? એમની રજા વિના વધારે રોકાવાય શી રીતે ? રે ! આ જ કારણસર ઘણા સ્થાનોમાં સાધ્વીજીઓને રહેવા દેતા નથી. કોઈ મુખ્ય માણસો કહે કે મુખ્ય આચાર્ય કહે તો રોકાવા દે... એમાંય દિવસો નક્કી કરી લે... આપણને આ ન શોભે. રહીએ ત્યારે જ ચોક્કસ દિવસનો અંદાજ આપી દેવો જોઈએ. એ પછી કારણસર વધારે રહેવું પડે તો રજા લેવી જોઈએ. સહર્ષ સંમતિ મળે, તો જ રહેવું જોઈએ. ૩૦ દિવસ રહેવું હોય, પણ એટલી રજા ન મળવાની શક્યતા દેખાય એટલે શરુમાં અઠવાડિયાની વાત કરવી અને પછી બહાનાઓ કાઢી ધીરે ધીરે ૩૦ દિવસની વાત કરવી. ટ્રસ્ટીઓને મુંઝવણમાં મુકવા... આ કપટ છે, મૃષાવાદ છે, છેલ્લે ચોરી પણ છે જ. કેમકે માલિક સાથે છેતરપીંડી કરી કહેવાય. હા ! પાછળથી કોઈક કારણ આવે અને

Loading...

Page Navigation
1 ... 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338