________________
----- ૦૯-૯૯ મહાવતો --- - - - - - - - - - - - પણ રહેવાની ભાવના છે. પણ તમને કંઈપણ મુશ્કેલી હોય તો કહેજો. તમારો વિચાર બદલાયો હોય તો કહેજો. અમે તરત નીકળી જશું. તમને અપ્રીતિ થાય, એ રીતે અમારે રહેવું નથી. અમારા પ્રભુવીર પણ આ જ રીતે ચાલુ ચોમાસામાં નીકળી ગયેલા...”
આમ વારંવાર યાચના કરતા રહેવું. આનો લાભ એ છે કે એનો શુભભાવ વધે, કદાચ સામાન્ય કારણોસર એનો સારો ભાવ બદલાયો હોય, તો પણ સાધુઓની આ વાત સાંભળીને એને આનંદ થાય કે “આ સાધુઓ તો કેટલા બધા સારા છે. મારા દુઃખનો વિચાર કરે છે. આવા ઉત્તમ મહાત્માઓ ભલેને અહીં રહેતા...” અને એ વધુ હર્ષ સાથે આપણને રહેવાની રજા આપે.
માનો કે અમુક કારણોસર એ “સાધુઓ નીકળી જાય એમ જ ઈચ્છતો હોય. તો પણ સારું જ છે. આપણી આ વાત સાંભળીને એ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે.
સાહેબ! આપને મેં રજા આપેલી. પણ અમુક કારણોસર મારી હવે વિનંતિ છે કે આપ અહીંથી વિહાર કરી જાઓ..' આનાથી આપણને ખ્યાલ આવે કે “આ સ્થાનનો માલિક આપણને રાખવા ઈચ્છતો નથી” તો આપણે તરત ત્યાંથી નીકળી જઈએ, એને અપ્રીતિ ન થવા દઈએ, એ રીતે અદત્તાદાન દોષ ન લાગે.
આમ એકવાર સ્થાન મળ્યા બાદ પણ અવસરે અવસરે ફરી એની યાચના કરવી એ આપણો આચાર ત્રીજા મહાવ્રતમાં દોષ ઉત્પન્ન થતા અટકાવે છે.
આનો બીજો અર્થ એ પણ થાય કે “પહેલી વખત એ સ્થાનની યાચના કરી, ત્યારે “કઈ કઈ વસ્તુ વાપરશું' એ પણ આપણે જણાવી જ દઈએ.' પણ એ પછી ત્યાં નવી કોઈ વસ્તુનો ઉપયોગ કરવો જરુરી પડે, ત્યાં નથી કોઈ જગ્યાનો ઉપયોગ કરવો જરૂરી પડે કે જેની આપણે પૂર્વે માંગણી કરી ન હોય તો એ જગ્યાનો ઉપયોગ કરતા પહેલા ફરી માલિકની રજા લેવી જ પડે. આવું વારંવાર બને તો વારંવાર રજા લેવી પડે.
દા.ત. આપણે કોઈક ઉપાશ્રયમાં પહેલા માળે ઉતર્યા, સાંજે આખા ઉપાશ્રયમાં તપાસ કરતા ખબર પડી કે “બીજો માળ પણ છે, મોટો હોલ છે” આપણને તેનો ઉપયોગ કરવાનું મન થયું. તો ટ્રસ્ટીઓને પૂછી લેવું કે “અમે બીજા માળે પણ સ્વાધ્યાયાદિ કરીએ તો વાંધો નહિ ને ?” તેઓ રજા આપે, પછી એનો ઉપયોગ કરાય.
એ પછી એવું બન્યું કે નીચે જયાં માત્રુ પરઠવવાનું હતું, ત્યાં કીડીના નગરા વગેરે ખૂબ થઈ ગયા... આપણને થયું કે “અગાસીમાં છાલક લગાવીને પરઠવીએ, થોડી રેતી નંખાવીને પરઠવીએ તો વાંધો નહિ આવે.” પણ જયારે ઉતર્યા, ત્યારે અગાસીમાં માત્ર પરવવાની રજા લીધેલી નહિ. તો ફરી ટ્રસ્ટીઓને પૂછી લેવું પડે કે “આવી મુશ્કેલી છે, તો અમે અગાસીમાં રેતી પથરાવીને માત્રુ પરઠવીએ તો વાંધો નથી ને ?” જ જલજ-----------------૩૦૬ --------------જલ--------