________________
--------જન્મ મહાવતોની રક્ષાનો-વૃદ્ધિનો અમોઘ ઉપાય ઃ ભાવતાઓ --------- અષ્ટપ્રવચનમાતા પુસ્તકની ભાષાસમિતિ અને વચનગુપ્તિનું લખાણ ખાસ વાંચવું)
તૃતીય મહાવ્રતની પાંચ ભાવનાઓ
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા યોગશાસ્ત્ર પ્રથમપ્રકાશમાં ત્રીજા મહાવ્રતની પાંચ ભાવનાઓનું વર્ણન કરતા ફરમાવે છે કે
आलोच्यावग्रहयाञ्चाऽभीक्ष्णावग्रहयाचनम् । एतावन्मात्रमेवैतदित्यवग्रहयाचनम् । समानधार्मिकेभ्यश्च तथाऽवग्रहयाचनम् । अनुज्ञापितपानान्नाशनमस्तेयभावना : । આલોચ્ય અવગ્રહ વાંચા : વિચારીને, તપાસીને અવગ્રહની યાચના કરવી.
આશય એ છે કે સાધુઓનું પોતાનું તો કોઈ ઘર નથી. પારકાના ઘરમાં એની રજા લઈને સાધુએ ઉતરવાનું છે. એટલે સૌ પ્રથમ તો સાધુઓ તપાસ કરી લે કે “આ સ્થાનઉપાશ્રય સંયમ-સ્વાધ્યાય-ગોચરી-પાણી વગેરેની દૃષ્ટિએ અનુકૂળ છે કે નહિ ?” બધી રીતે જો એ સ્થાન બરાબર લાગે તો એના માલિક સાથે વાતચીત કરવાની, માંગણી કરવાની કે “અમે અહીં રહેવા માંગીએ છીએ. એક મહિનો ચાર મહિના રોકાવાની ભાવના છે. તો તમારી રજા છે ને? તમારા ઘરમાંથી અમે આટલી-આટલી વસ્તુઓ લઈ શકશું, એ સિવાય કોઈપણ વસ્તુ અમે લઈ નહિ શકીએ”
કોઈના પણ સ્થાનમાં માલિકની રજા લીધા વિના ઉતરવું એ રીતસર ચોરી જ છે. એટલે એ માટે આ ભાવના ખૂબ જરૂરી છે. વર્તમાનમાં તો તે તે સંઘ અને એના વહીવટકર્તાઓ એના માલિક ગણાય. ભલે પૈસા ઘણા બધાએ આપેલા હોય, તો પણ એનો વહીવટ જે સંભાળતા હોય એ ટ્રસ્ટીઓ જ આના માલિક જેવા ગણાય. એમની રજા વિના સંઘમાં ન ઉતરાય. શેષકાળમાં સામાન્યથી કોઈપણ સાધુને ઉતરવાની રજા હોય, તો પણ ત્યાંના સ્થાનિક માણસને કહી દેવું અને રજા લઈ ઉતરવું.
અભીષ્ણ-અવગ્રધ્યાચન : વારંવાર અવગ્રહની યાચના કરવી.
આનો અર્થ બે પ્રકારે વિચારી શકાય. એક તો એ કે ભલે માલિકે મહીના માટે રહેવાની રજા આપી હોય, પણ એ પછી ગમે તે સંજોગોના કારણે માલિકની ઈચ્છા બદલાય, “સાધુઓ જલ્દી નીકળી જાય તો સારું' એવો પણ એને વિચાર આવે. છતાં એકવાર હા પાડી દીધી હોવાથી કહી ન શકે... પણ એનું મન બગડી જાય.
આવું કેમ થયું? એના વિચારો કેમ બદલાયા? એના કારણો ઘણા હોઈ શકે છે. એ સ્થાનનો ઉપયોગ અન્ય કામ માટે કરવાની એને જરૂર પડી હોય, આજુબાજુના લોકોનો સાધુઓ અંગે વિરોધ થવાથી એનો વિચાર બદલાયો હોય... ' એટલે એકવાર યાચના કર્યા બાદ પણ અવસરે અવસરે ફરી ફરી યાચના કરતા રહેવું. “જુઓ ભાઈ ! તમે તો અમને મહીનો ચાર મહીના રહેવાની રજા આપી. અમારે