________________
મહાવ્રતો
પોતાની માતાના અવસાનને લીધે એક છોકરો ધ્રુસકે ધ્રુસકે રડતો હતો, સમાજ ભેગો થયો હતો. ત્યારે એક નિમિત્તજ્ઞ ત્યાં આવ્યો, એણે કહ્યું કે “હમણા શું કામ રડે છે ? પાંચ દીવસ બાદ તારો બાપ મરી જ જવાનો છે. ત્યારે બેનું ભેગું રડી લે જે ને ? બે વાર દુઃખી ન થવું” આ સાંભળીને પેલા છોકરાના તો આઘાતનો કોઈ પાર ન રહ્યો. એનો શોક બમણો થઈ ગયો.
આનું નામ વિચાર્યા વિના બોલવું તે !
કોઈ મુમુક્ષુને દીક્ષાના દિવસે હિતશિક્ષા રૂપે ગુરુ કહે કે “અત્યારના કાળમાં સાધુપણું લગભગ કપરું થઈ ગયું છે. આપણે બચી શકીએ એમ જ નથી. આપણને માત્ર સાચી સાધુતાનો રાગ ટકે તોય ઘણું. તો પેલા મુમુક્ષુનો સાધુપણું પાળવાનો ભાવ જ તૂટી જવાનો “જો સાધુપણું ન હોય, માત્ર સાધુતાનો અનુરાગ જ ટકાવવાનો હોય, તો મારે દીક્ષા લઈને ક૨વાનું શું ? આ હું ખોટા માર્ગે ચડી ગયો.”
ગ્લાન સાધુ મોટી માંદગીના કારણે દોષિત વાપરતો હોય, ના છુટકે વાપરવું પડતું હોય... ત્યારે એને કોઈક કહે કે “આધાકર્મી એ તો માંસ છે, મરી જવું સારું. પણ આધાકર્મી ન ખવાય. એ ખાવાથી તો નક્કી નરકે જ જવું પડે” તો પેલો સાધુ ગભરાઈને બધું દોષિત છોડી દે, પરિણામે માંદગી વકરે, કદાચ મરણ થાય.
વાડામાં માત્રાનો કે સ્થંડિલનો પ્યાલો જોઈ શિષ્ય વિચારે કે “આ કોઈકનો પ્યાલો રહી ગયો લાગે છે. સમય થયો હશે કે કેમ ? કદાચ વ્યાખ્યાન કરવા ગયેલા ગુરુનો જ હશે.” અને સંમૂર્ચ્છિમની રક્ષા માટે વ્યાખ્યાનમાં જઈને બધાની વચ્ચે પૂછે કે “ગુરુદેવ ! એક જ મિનિટ ! ઉપ૨ માત્રા/સ્થંડિલનો પ્યાલો પડ્યો છે. એ આપનો છે ? સમય થઈ ગયો છે ?”
ગીતાર્થ સંવિગ્ન ગુરુને જ આપણા જીવનના દોષો કહેવાના હોય, એને બદલે કોઈક સંયમી પોતાના નાના-મોટા દોષો પોતાના મિત્રને, સહવર્તી સંયમીને કહી દે. “મારું જીવન આવા દોષોથી ભરેલું છે...” વગેરે જણાવી દે. આ રીતે અગીતાર્થનેઅપરિપક્વને આપણા જીવનના દોષો જણાવવા.
સમજણ ન હોય, ઉતાવળો સ્વભાવ હોય, લાંબુ વિચારવાની ટેવ ન હોય, જે મનમાં આવે તે બોલી દેવાની જ જાણે કે ટેક હોય... ત્યારે એટલા બધા છબરડા વળે, કે જૂઠ બોલવા કરતા પણ આ સત્ય બોલવાથી ઉભા થયેલા છબરડાઓ હજારગણા મોટા હોય.
એટલે જેને એવું ભાન હોય કે “મારાથી બોલવામાં બફાઈ જાય છે. ઘણીવાર એવું બન્યું છે એણે જાહેરમાં મોટાભાગે બોલવું નહિ, બોલવાની ઈચ્છા થાય તો પોતાના ગુરુને ખાનગીમાં કહી દેવું. જેથી એ યોગ્ય હોય તો ગુરુ એ વાત સ્વીકારે, નહિ તો ના પાડી દે...”
(બીજા મહાવ્રતની આ ભાવનાઓ અંગે વિશેષ જાણકારી જોઈતી હોય, તો
****૩૦૪****