Book Title: Mahavrato
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 303
________________ * મહાવ્રતો ભાવોને રાખ કરી નાંખવાની શક્તિ આ હાસ્યમાં છે. શાસ્ત્રકારોએ કાંદર્ષિક ભાવનાવાળા સાધુઓ માટે અનંત સંસારની શક્યતાઓ દર્શાવી છે, એ ઉત્તરાધ્યયનસૂત્રના જ્ઞાતાઓને ખ્યાલમાં હશે જ. મહોપાધ્યાયજીએ વૈરાગ્યકલ્પલતામાં કહ્યું છે કે कन्दर्पमन्यस्य न भूरिहास्यक्रीडाचिं कस्यचिदीरयन्ति । समाधिभाजः कुद्दशां मतेऽपि स्वयं न हास्यप्रथने रताः स्यु : । સમાધિશાલી મહાત્માઓ એવી પ્રવૃત્તિ કદી ન કરે કે જેનાથી બીજાઓને વિકારો જાગે, બીજાઓ હસે... ખડખડાટ હસે. રે ! મિથ્યાત્વી દર્શનો પણ એવું માને છે કે સમાધિશાલી આત્માઓ જાતે હસે નહિ કે હાસ્યનો ફેલાવો કરે નહિ. आक्रोशहास्यादिकमन्यधर्मेऽप्यपक्वभावं ब्रुवते समाधेः । અન્ય ધર્મોમાં પણ કહ્યું છે કે આક્રોશ, હાસ્ય એ બધા વિકારો સમાધિભાવની અપરિપક્વતાને સુચવે છે. અર્થાત્ જેઓ પાસે પરિપક્વ સમાધિ ન હોય, તેઓ જ હાસ્યાદિ કરે.... એટલે જ સાધુએ ગંભીર બનવું જોઈએ. વધુમાં વધુ મોઢા પર સ્મિત પ્રગટે, પણ ખડખડાટ હાસ્ય સાધુને ન શોભે. આપણી મુહપત્તી એટલી મોટી નથી કે ખડખડ હસતા મોઢાને ઢાંકી શકે. વળી હસતી વખતે મુહપત્તીનો ઉપયોગ રહે એ ઓછું શક્ય છે. હાસ્યનું કામ એવું છે કે એક પછી એક વાતો નીકળતી જ રહે, કલાકો પસાર થઈ જાય તો ય હાસ્ય પ્રોગ્રામ બંધ ન થાય. આ બધુ તદન અનુચિત છે. મોક્ષમાર્ગના મુસાફરો આ રીતે નોકષાયના ગુલામ બને, અને એ ગુલામીને પાછી સારી માને, “આ તો અમારા વચ્ચેની આત્મીયતા છે” એમ સમજે, એના જેવું મિથ્યાત્વ વળી બીજું કયું ? પણ આપણામાં સમાધિભાવ પ્રગટ્યો નથી, અધ્યાત્મભાવ પ્રગટ્યો નથી કે એવો દૃઢ બન્યો નથી એટલે હાસ્યના સકંજામાંથી છૂટી શકતા નથી. ક્યારેક તો એવું કહેવાનું મન થઈ જાય કે “જો પરસ્પરની આત્મીયતા - મૈત્રીના કારણે રોજે રોજ ઘણો સમય હસવાનું થતું હોય, તો એ આત્મીયતા પણ આધ્યાત્મિક ન હોવાથી ઉપાદેય નથી.” જો સાધુ ગંભીર બને, વાતોચીતો-ગપ્પાઓ ત્યાગી દે, જ્યારે વાત કરે ત્યારે માત્ર આત્માના હિતની વાતો, સંયમની વાતો, પરિણતિની વાતો, અધ્યાત્મની વાતો કરે.... તો આ હાસ્ય ઉપર કાબુ આવી જાય, તો એના દ્વારા વારંવાર થતો બીજા મહાવ્રતનો ભંગ અટકી જાય... લોભ : વસ્તુઓની આસક્તિ એ વસ્તુઓની પ્રાપ્તિ માટે જૂઠ- બોલવા પ્રેરે, ૩૦૨

Loading...

Page Navigation
1 ... 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338