________________
* મહાવ્રતો
ભાવોને રાખ કરી નાંખવાની શક્તિ આ હાસ્યમાં છે. શાસ્ત્રકારોએ કાંદર્ષિક ભાવનાવાળા સાધુઓ માટે અનંત સંસારની શક્યતાઓ દર્શાવી છે, એ ઉત્તરાધ્યયનસૂત્રના જ્ઞાતાઓને ખ્યાલમાં હશે જ.
મહોપાધ્યાયજીએ વૈરાગ્યકલ્પલતામાં કહ્યું છે કે
कन्दर्पमन्यस्य न भूरिहास्यक्रीडाचिं कस्यचिदीरयन्ति ।
समाधिभाजः कुद्दशां मतेऽपि स्वयं न हास्यप्रथने रताः स्यु : । સમાધિશાલી મહાત્માઓ એવી પ્રવૃત્તિ કદી ન કરે કે જેનાથી બીજાઓને વિકારો જાગે, બીજાઓ હસે... ખડખડાટ હસે. રે ! મિથ્યાત્વી દર્શનો પણ એવું માને છે કે સમાધિશાલી આત્માઓ જાતે હસે નહિ કે હાસ્યનો ફેલાવો કરે નહિ.
आक्रोशहास्यादिकमन्यधर्मेऽप्यपक्वभावं ब्रुवते समाधेः ।
અન્ય ધર્મોમાં પણ કહ્યું છે કે આક્રોશ, હાસ્ય એ બધા વિકારો સમાધિભાવની અપરિપક્વતાને સુચવે છે. અર્થાત્ જેઓ પાસે પરિપક્વ સમાધિ ન હોય, તેઓ જ હાસ્યાદિ કરે....
એટલે જ સાધુએ ગંભીર બનવું જોઈએ. વધુમાં વધુ મોઢા પર સ્મિત પ્રગટે, પણ ખડખડાટ હાસ્ય સાધુને ન શોભે. આપણી મુહપત્તી એટલી મોટી નથી કે ખડખડ હસતા મોઢાને ઢાંકી શકે. વળી હસતી વખતે મુહપત્તીનો ઉપયોગ રહે એ ઓછું શક્ય છે. હાસ્યનું કામ એવું છે કે એક પછી એક વાતો નીકળતી જ રહે, કલાકો પસાર થઈ જાય તો ય હાસ્ય પ્રોગ્રામ બંધ ન થાય.
આ બધુ તદન અનુચિત છે. મોક્ષમાર્ગના મુસાફરો આ રીતે નોકષાયના ગુલામ બને, અને એ ગુલામીને પાછી સારી માને, “આ તો અમારા વચ્ચેની આત્મીયતા છે” એમ સમજે, એના જેવું મિથ્યાત્વ વળી બીજું કયું ?
પણ આપણામાં સમાધિભાવ પ્રગટ્યો નથી, અધ્યાત્મભાવ પ્રગટ્યો નથી કે એવો દૃઢ બન્યો નથી એટલે હાસ્યના સકંજામાંથી છૂટી શકતા નથી. ક્યારેક તો એવું કહેવાનું મન થઈ જાય કે “જો પરસ્પરની આત્મીયતા - મૈત્રીના કારણે રોજે રોજ ઘણો સમય હસવાનું થતું હોય, તો એ આત્મીયતા પણ આધ્યાત્મિક ન હોવાથી ઉપાદેય નથી.”
જો સાધુ ગંભીર બને, વાતોચીતો-ગપ્પાઓ ત્યાગી દે, જ્યારે વાત કરે ત્યારે માત્ર આત્માના હિતની વાતો, સંયમની વાતો, પરિણતિની વાતો, અધ્યાત્મની વાતો કરે.... તો આ હાસ્ય ઉપર કાબુ આવી જાય, તો એના દ્વારા વારંવાર થતો બીજા મહાવ્રતનો ભંગ અટકી જાય...
લોભ : વસ્તુઓની આસક્તિ એ વસ્તુઓની પ્રાપ્તિ માટે જૂઠ- બોલવા પ્રેરે,
૩૦૨