________________
------ન મહાવ્રતોની રક્ષાનો-વૃદ્ધિનો અમોઘ ઉપાય ? ભાવનાઓ અલગ-અલ----- બહાનાઓ ઉભા કરવા પ્રેરે.
છ'રી પાલિત સંઘમાં, શિબિરોમાં, મહોત્સવોમાં ત્રણ ટાઈમનાં રસોડા જોરદાર ચાલતા હોય તો જો સાધુને એ બધું વાપરવાનો લોભ જાગે તો માંદગીનું, અશક્તિનું કે ત્રીજું કોઈ બહાનું કાઢીને સાધુ એકાસણા ત્યાગીને નવકારશી કરવા લાગે. આમ લોભના કારણે જૂઠ ઉત્પન્ન થાય. શિષ્યનો લોભ કોઈકની નિંદા અને પોતાની પ્રશંસા કરવા પ્રેરે,
નવા વસ્ત્રોનો લોભ વપરાશવાળા વસ્ત્રો ચાલે એવા હોય તો પણ એને નકામા કહેવા પ્રેરે,
વ્યાખ્યાનનો લોભ શ્રાવકો દ્વારા પોતાના વ્યાખ્યાનની મોટી મોટી પ્રશંસા કરાવવા પ્રેરે..
અમુક જ સ્થાને ચાતુર્માસ કરવાનો લોભ બાકીના સ્થાનોના ખોટા-સાચા દોષો બોલવા પ્રેરે.
આવા અનેક દૃષ્ટાન્તો પૂર્વે આપી જ ગયેલા છીએ.
લોભ=સ્પૃહા=આસક્તિ જો દૂર ફગાવી દેવાય તો એના આધારે ઉભા થતા એકપણ જૂઠ ઉભા ન થાય. આ માટે તો એક જ ભાવને વારંવાર ઘુંટવો જોઈએ કે “મારે માત્રને માત્ર મોક્ષ જ જોઈએ. ન જોઈએ શિષ્ય ! ન જોઈએ નવા વસ્ત્રો ! ન જોઈએ પાટે-ખુરશી! ન જોઈએ મનભાવતી આઈટમો ! ન જોઈએ વ્યાખ્યાન ! ન જોઈએ અમુક સ્થાનનું ચાતુર્માસ ! આ બધા પદાર્થો સાથે મારે શું નિસ્બત! એ બધું ક્યાં મારી સાથે આવવાનું છે. એ બધું ક્યાં શાશ્વત છે. એ બધું મારું છે જ ક્યાં? રત્નત્રયી એ જ મારી!
ભય : ગુરુનો ભય, અપયશનો ભય, મોતનો ભય, પ્રિયવસ્તુ જતી રહેવાનો ભય, અપ્રિયવસ્તુ આવી પડવાનો ભય,... વગેરે વગેરે અનેક પ્રકારના ભયો છે. જે માણસને જૂઠ બોલવા પ્રેરે છે. જો મુનિ નિર્ભય બને, તો જૂઠ બોલવાની જરુર જ ન પડે. આના પણ અનેક દૃષ્ટાંતો પૂર્વે દર્શાવી દીધા છે. - ક્રોધ : ક્રોધથી પણ અનેક જૂઠ બોલાય, એના દષ્ટાંતો પણ પૂર્વે દર્શાવેલા છે. “હું ક્રોધ નહિ જ કરું” આ જો પ્રતિજ્ઞા સાધુ લઈ લે તો બીજા મહાવ્રતમાં લાગતા દોષો અટકી જાય.
અનાલોચિત ભાષણ : જે કંઈપણ બોલવું તે વિચારીને બોલવું. “હું જે શબ્દો બોલીશ, એનાથી શું શું પરિણામ આવી શકે છે? કેટલા નફા અને કેટલા નુકસાન થવાના છે? સામેવાળાને આઘાત લાગશે કે આનંદ થશે ?” આ બધું બરાબર વિચારવું અને પછી એમ લાગે કે આ બોલવામાં એકંદરે લાભ છે. તો એ બોલવું.
જેઓ વિચાર્યા વિના બોલે તેઓ ઘણીવાર જૂઠ બોલી બેસે. સાચું બોલે તો પણ જૂઠ બોલવા જેટલું જ ફળ મેળવે.
જ જજ જજ જજ ૩૦૩ જજ જ જજ