________________
મહાવ્રતોતી રક્ષાતો-વૃદ્ધિનો અમોઘ ઉપાય : ભાવનાઓ
ગુણ જ છે, એટ્લે જો એમને શાંતિથી સમજાવવામાં આવે કે “અમે સંડાસ-બાથરૂમનો ઉપયોગ કરતા નથી, રાત્રે અમારે જવું પડે તો ક્યાં જવું ?...' તો તેઓ જ માર્ગ બતાવે. કદાચ તેઓ સ્કુલની બહાર દૂર જવાનું કહે તો જો કે સાધુઓને વાંધો ન પણ આવે, તો પણ સાધ્વીજીઓને ભય રહે, તો એ અંગે પણ તેઓને સમજાવવા.
ટુંકમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જોઈને કામ કરવું, પણ પૂછ્યા વિના એમના સ્થાનમાં સ્થંડિલ-માત્રુ આદિ પરઠવવા એ તો ભારે અનુચિત કાર્ય છે.
સમાનધામિòમ્યા તથાવપ્રવાચનમ્ : આપણે વિહાર કરીને ઉપાશ્રયે પહોંચીએ, ત્યારે ત્યાં જો બીજા સાધુઓ હાજર હોય, તો એ ઉપાશ્રયમાં ઉતરવા માટે આપણે એમની પણ રજા લેવી પડે. શાસ્ત્રકારો તો કહે છે કે એ ઉપાશ્રયનો માલિક આપણને રજા આપે તો પણ જો પૂર્વે ઉતરેલા સંયમીઓ ૨જા ન આપે તો ત્યાં આપણાથી રહી ન શકાય.
જો કે પૂર્વે ઉતરેલા સંયમીઓની ફરજ છે કે “નવા સંયમીઓને જગ્યા આપવી,” આ તો સાધર્મિક વાત્સલ્યનો ગુણ છે. સંકડાશ વેઠીને પણ આ કામ કરવું. શ્રી વ્યવહારસૂત્રમાં તો ત્યાં સુધી કહ્યું છે કે “મહેમાન સાધુઓ આવે અને જગ્યા નાની પડે, તો રાત્રે સ્થાનિક સાધુઓ (પૂર્વે ઉતરેલા સાધુઓ) બીજા કોઈ સ્થાને ઉંઘવા જાય, પણ મહેમાન સાધુઓને જગ્યા કરી આપે.”
પણ સ્થાનિક સાધુઓ કોઈપણ કારણસર રજા ન આપે, ખેદ વ્યક્ત કરે તો આપણે ત્યાં ન રહી શકાય.
એ એમની ફરજ ન નિભાવે એટલે આપણે પણ આપણી ફરજ ગુમાવવી એ ન્યાય નથી. આપણે આપણો આચાર બરાબર પાળવાનો. ઉપાશ્રયે પહોંચીને સ્થાનિક-સાધુમાંના વડીલને પૃચ્છા કરવી કે “અમે અહીં ઉતરીએ ?” તેઓ હા પાડે તો પૂછવું કે “ક્યાં ઉતરીએ ?” તેઓ જે જગ્યા બતાવે તે જગ્યાએ ઉતરવું. એ જગ્યા ન ફાવે કે બીજી જગ્યા પણ વાપરવાની ઈચ્છા થાય તો પાછું પૂછી લેવું કે “અમે આ જગ્યા વાપરી શકીએ ?”
એમ ગોચરી વાપરવા માટે, સ્થંડિલ-માત્રુ માટે પણ સ્થાનિક સાધુની સંમતિ માંગવી, તેઓ જે સ્થાનની રજા આપે તે જ સ્થાને તે તે કાર્યો કરવા.
ગોચરી વહોરવાના ઘરો માટે પણ આ જ વાત સમજવી. તેઓ જે જે ઘરોમાં, જે જે બિલ્ડીંગોમાં જવાની રજા આપે, ત્યાં આપણે જઈ શકીએ. કોઈક સ્વજનાદિના ઘરે જવું હોય તો પણ સ્થાનિક સાધુઓની રજા તો લઈ જ લેવી પડે કે અમે આ ઘરે જઈએ?’’ સીધી વાત એ કે સ્થાનિક સાધુઓ ક્ષેત્રના માલિક જેવા જ ગણાય. એટલે એમને પૂછ્યા વિના કોઈપણ જગ્યા-ચીજવસ્તુ વાપરવામાં ચોક્ખો ચોરીનો દોષ લાગે.
જ
જેમ વિચિત્ર ગૃહસ્થો આપણને ગોચરી-પાણી ન વહોરાવે, રહેવા માટે સ્થાન ન
૩૧૩૦*****
***