Book Title: Mahavrato
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 317
________________ -------------------૦૯ મહાવ્રતો કે ૯-૯-૦૯--૯-૯----- મૈથુનાદિના શબ્દો સંભળાતા હોય, તે જગ્યા પણ તરત છોડી દેવી. ઘણીવાર ઉપાશ્રયની નજીકના ઘરોમાંથી પીક્યરના ગીતો વગેરે સંભળાતું હોય છે, એમાં કામોત્તેજક શબ્દો પણ હોય... માટે જ એવા સ્થાનો તરત છોડી દેવા જોઈએ. એ સ્થાનમાં રોકાવું જ પડે. તો જે બાજુ એ અવાજ ન આવે, ન સંભળાય... એવા સ્થાને બેસી જવું. વ્યાખ્યાન પૂર્ણ થયા બાદ એ જ હોલમાં બેનો બેઠેલા હોય તો એ હોલમાં ન બેસવું, જો ત્યાં બેસવું જ પડે તો બેનોની તરફ આપણી નજર જ ન પડે એ રીતે મોઢું રાખીને બેસવું. તથા બેનોની હાજરીમાં પાંગરણી-કપડો અવશ્ય પહેરી જ રાખવો, બેનોની હાજરીમાં સાધુ ખુલ્લી છાતીએ બેસે એ લેશ પણ ઉચિત નથી, સ્પષ્ટ મર્યાદાભંગ છે. આ અંગેની ઘણી વાતો પૂર્વે જણાવી દીધી છે. સરાગસ્ત્રીકથા ત્યાગ : આના અનેક અર્થો થાય છે. (૧) સ્ત્રીની સાથે વાત કરવી જ પડે તો પણ રાગભાવથી પ્રેરાઈને વાત ન કરવી, અત્યંત જરૂરી કામ હોય તો જ આંખો નીચી ઢાળી રાખીને જ વાત કરવી. આ સરાગસ્ત્રીકથાત્યાગ કહેવાય. (૨) સ્ત્રી સાથે વાત ન કરીએ, પણ મિત્રો વગેરે સાથે કોઈક સ્ત્રી અંગેની વાતો રાગભાવથી પ્રેરાઈને કરીએ તો એ પણ ખોટું જ. એ સ્ત્રી અંગેની વાતો કરતા હૃદયમાં કંઈક લાગણી અનુભવાય, કંઈક ખેંચાણ-રાગ અનુભવાય, મુખની રેખામાં કંઈક ફેરફાર ઉભો થાય, સ્ત્રી અંગેની વાતો કરવી અને સાંભળવી ગમે... આ બધું સરાગસ્ત્રીકથા છે, એ છોડી દેવું. (૩) કોઈક સ્ત્રી સાધુ પ્રત્યે રાગી બને, રાગ ભાવથી આકર્ષાઈને એક યા બીજા બહાને સાધુને મળવા, સાધુ સાથે વાત કરવા ઝંખે... સાધુને ખ્યાલ આવી જ જાય કે આ સ્ત્રીનું મન સાફ નથી એમાં કંઈક ગરબડ છે... એટલે આમ પણ સાધુ સ્ત્રી સાથે વાત કરતો ન હોય, પણ એમાંય જો પચ્ચકખાણના બહાને, પ્રશ્નો પુછવાના બહાને, આલોચનાના બહાને, વંદનના બહાને... કોઈપણ બહાને આવે.. સાધુ એ વખતે કઠોર બનીને એને અટકાવે, એને ઉપાશ્રયમાં જ ન આવવા દે. જરૂર પડે તો ઠપકો પણ આપે... હા ! બીજા બેનો પચ્ચકખાણ-વંદનાદિ માટે આવતા હોય, તો એમને અમુક સમય પુરતા કદાચ આવવા પણ દે... પણ સરાગી બેનને તો સખ્તાઈ સાથે ના પાડે. જો આમાં ઢીલ કરે, તો એ સાધુ વહેલુ-મોડું પોતાનું પતન લાવનાર બને છે. આમ ત્રણે અર્થો યોગ્ય છે. પ્રાગ્રતસ્કૃતિઃ સાધુ ભૂતકાળના સ્ત્રી સાથેના સંબંધો યાદ ન કરે. સ્ત્રી સાથે ભોગ ----------------------- ૩૧૬૪૯૯૯ - - - - - - નરલ નોલ-----------

Loading...

Page Navigation
1 ... 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338