________________
મહાવ્રતોની રક્ષાતો-વૃદ્ધિનો અમોઘ ઉપાય : ભાવતાઓ
જાય છે... એટલે એ બધું વહોરતી વખતે પણ ખાસ કાળજી કરવી જ પડે.
ચણા-મમરા વગેરેમાં પણ ઈયળો થઈ જાય છે. જો ચણામાં કાણા પડેલા હોય તો જીવાતની શક્યતા પાકી...
રોટલી-રોટલા ઉપર પણ કીડી ચડી હોય, ઘીના કારણે ત્યાં જ ચોંટીને મરી ગઈ હોય... આવું પણ બને. માટે દરેકે દરેક રોટલી-રોટલા જોઈ-ચકાસી લેવા જોઈએ. શાકમાં કે દાળમાં ક્યારેક વાંદા વગેરે મરી ગયેલા હોય... જો ધ્યાનથી જોવામાં ન આવે તો એ વાંદા વગેરે ગોચરીમાં આવી જાય. આપણે કોકમ જ સમજી બેસીએ... ચેવડો-મમરા વગેરે ફરસાણો પણ એવા છે કે એમાં કાં તો અંદર જીવાતો ઉત્પન્ન થાય અથવા તો બહારથી એની અંદર જીવાતો આવેલી હોય...
ટુંકમાં કોઈપણ વસ્તુ વહોરીએ પછી એ ઘન પદાર્થ હોય કે દૂધ-ઘી-૨સ-પાણીસરબત વગેરે પ્રવાહી‘પદાર્થ હોય, એ બધું બરાબર જોઈ લેવું. કદાચ વહોરતી વખતે જોવાનું ન ફાવે તો છેવટે વાપરતી વખતે તો દરેકે દરેક વસ્તુ, દરેકે દરેક કોળીયો બરાબર જોઈને જ વાપરવો...
દૂધમાં કીડી વગેરે મરેલી પડી હોય, તો જો ધ્યાનથી ન જોઈએ તો એ દૂધનો મસાલો જ લાગે. આપણે એમ જ સમજીએ કે દૂધમાં એલચીનો પાવડર છે. હકીકતમાં કીડીના તૂટી ગયેલા અવયવો પણ એ હોઈ શકે છે....
આમ પ્રથમ મહાવ્રતની પાંચ ભાવનાઓ આપણે જોઈ. દ્વિતીય મહાવ્રતની પાંચ ભાવનાઓ
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા યોગશાસ્ત્રમાં બીજા મહાવ્રતની પાંચ ભાવના દર્શાવતા ફરમાવે છે કે,
हांस्यलोमभयक्रोधप्रत्याख्यानैर्निरन्तरम् । आलोच्य भाषणेनापि भावयेत् सुनूतव्रतम् । હાસ્ય : જે સંયમીવૃંદો સારા છે, જેમાં પરસ્પર સંયમીઓને ઘણો આત્મીયભાવ, મૈત્રીભાવ, લાગણીભાવ છે... એ સંયમીવૃંદોમાં એ બધું સારું હોવા છતાં એમાં એક નાનકડો દોષ ઘૂસી જાય છે. એ છે પરસ્પર મજાક-મશ્કરી કરવી, હસવું - હસાવવું. આત્મીયતા હોય એટલે દિવસે ગોચરી દરમ્યાન, રાત્રે પ્રતિક્રમણ બાદ અને એ સિવાયના પણ સમયમાં સંયમીઓ સાથે બેસે, અલક-મલકની વાતો કરે. એમાં હાસ્યના મોજા પણ ઉછળે, એક બીજા માટે કટાક્ષો પણ થાય, એ રીતે જૂઠ પણ બોલાય.
અલબત્ત વ્યવહારમાં, સમાજમાં ‘હસવું' એ સારી ચીજ ગણાય છે... પણ અધ્યાત્મ ક્ષેત્રે હાસ્ય એ પણ મહાભયંકર છે. અનંત સંસાર વધારવાની તાકાત હાસ્યમાં છે, ક્ષપક શ્રેણીને અટકાવી દેવાની તાકાત આ હાસ્યમાં છે, ઉત્પન્ન થયેલા વિશિષ્ટ
XXX 301
**