________________
મહાવ્રતો
આવા અનેકાનેક કાર્યો માટે જ્યારે આપણે આપણી જગ્યાએથી ઉભા થઈએ અને પહેલું ડગલું મુકીએ, ત્યારથી માંડીને એક એક ડગલું જ્યાં મુકવાનું હોય ત્યાં આપણી દૃષ્ટિ પહેલા પડે, ‘જો જીવો નથી’ એમ દેખાય, તો એ પછી જ પગ પડે. એક પણ ડગલું દૃષ્ટિથી નહિ જોવાયેલી જગ્યાએ તો ન જ પડે.... આ રીતે ઈર્યાસમિતિ પળાય, તો પુષ્કળ જીવહિંસા થતી અટકી જાય.
જો ઈર્ષ્યાસમિતિ ન પળાય, તો જીવવિવિરાધના ખૂબ થાય એ સ્પષ્ટ હકીકત છે. (ઈર્યાસમિતિ અંગે પણ ઘણી બધી મહત્ત્વની બાબતો છે, જેઓ તે જાણવા ઈચ્છતા હોય તેઓએ અષ્ટ પ્રવચનમાતા પુસ્તકની ઈર્ષાસમિતિનું લખાણ ખાસ વાંચવું.)
દૃષ્ટાન્નપાનગ્રહણ : જે પણ ગોચરી-પાણી વહોરીએ, એ ત્યાં ને ત્યાં જ બરાબર જોઈ લેવા. એમાં કોઈ જીવ ન દેખાય પછી જ એ વહોરવા. જો જોયા વિના વહોરી લઈએ તો ઘણી બધી વિરાધના થવાની સંભાવનાઓ રહે છે.
મોહનથાળ - બુંદીના લાડુ-મોતીચુ૨-૨૨માના લાડુ-વગેરે વગેરે જે પોચી મીઠાઈઓ છે, એ આખી ને આખી ન વહોરાય. પાત્રામાં લઈને એના બે-ત્રણ ટુકડા કરવા અને એ બધા ટુકડા જોવાં. ઘણીવાર અંદરના ભાગમાં ફુગ થઈ ગઈ હોય છે. (સફેદ રંગની એ હોય) એ અનંતકાય રૂપ છે. એક તીર્થમાં સાધુઓ આખા ને આખા મોતીચૂર લઈ આવ્યા. પણ ઉપાશ્રયે આવીને તોડ્યા તો અંદર રીતસર ફુગ થયેલી દેખાઈ. અમુક ટુકડા તો વપરાઈ પણ ગયા હતા. એ મીઠાઈને માત્ર ચાર-પાંચ દિવસ થયેલા, તો પણ આવું બન્યું.
એમ એક જગ્યાએ સાલમપાકના ૫-૭ ટુકડા વહોર્યા, પણ તોડ્યા નહિ. જ્યારે વાપરવા બેઠા, ત્યારે એના ટુકડા કર્યા તો અંદર ફુગ થયેલી હતી. વહોરાવનારને પૃચ્છા કરી તો એ કહે “ત્રણ જ દિવસ પહેલા સાલમપાક બનાવેલો છે, છતાં કેમ ફુગ થઈ ગઈ?”
આવું ઘણી મીઠાઈઓમાં બની શકે છે. ચાસણી બરાબર થઈ ન હોય, ગરમાગરમ મીઠાઈ બોક્ષમાં ભરી દીધી હોવાથી બોક્ષમાં એ ગરમીનો ભેજ વળી ગયો હોય... આવા અનેક કારણોસર બે-પાંચ-દસ દિવસમાં પણ મીઠાઈઓ પર ફુગ થઈ જાય. એ ઉપર પણ થાય કે અંદર પણ થાય... એટલે ઉપરનો અને અંદરનો... બંને ભાગ ધ્યાનથી જોઈ લેવા પડે, નહિ તો અનંતકાયની વિરાધના થાય.
ખાંડ, ગોળ, પીસેલી સાકર વગેરે વહોરીએ ત્યારે પણ એને છૂટી છૂટી કરીને બરાબર જોઈ લેવી. એમાં ક્યારેક કીડી-મકોડા કે નાની નાની જીવાતો ઉત્પન્ન થઈ હોય છે. સુંઠ પાવડર, પીપરીમુળ પાવડર, હળદર પાવડરમાં ઈયળો, નાની જીવાતો થઈ
300 X
*