________________
૪-૦૯-૨૯૯-૪-૯-૯-૯-૦૯--૯૯-જલ મહાવ્રતો કે--૯-૦૯-૦૯-૯-૪-૦૯ ----
હા ! એના માટે પ્રચંડ પુરૂષાર્થ ફોરવવો પડે, મોટા દોષો તો છોડવાના જ. પણ નાના દોષોને પણ છોડવાના. એની ઉપેક્ષા નહિ કરવાની.
જો ૪૨ દોષો ત્યાગવામાં આવે, તો આહાર-પાણી સંબંધી તમામ હિંસાઓ બંધ થઈ જાય, તેનો મોટો ફાયદો એ કે આપણું પ્રથમ મહાવ્રત સુરક્ષિત રહે
(એષણાસમિતિ માટે વિશેષ વર્ણન જોવું હોય, તો મુનિજીવનની બાળપોથી ભાગ ૧-૨-૩ અને અષ્ટ પ્રવચનમાતા પુસ્તકની એષણાસમિતિ વાંચવી)
(૩) આદાન: કોઈપણ વસ્તુ લેતી વખતે કે મુકતી વખતે પહેલા બરાબર જોવું અને પછી મુંજવું... એ પછી જ વસ્તુ લેવી-મુકવી... આ આદાન-સમિતિ છે. જો પ્રતિલેખન+પ્રમાર્જન ન કરવામાં આવે, તો જીવોની હિંસા થવાની જ.
રોજીંદા જીવનમાં સવારથી માંડીને રાત સુધી સેંકડો વખત આવુ બનવાનું કે આપણે વસ્તુ લેવી પડે અને વસ્તુ મુકવી પડે... એક બોલપેન હાથમાં પકડવી હોય તો પણ પહેલા બોલપેન જોઈ લેવાની અને પછી જ એને મુહપત્તીથી પુજવાની... એ બાદ જ બોલપેન ઉંચકવાની. એમ બોલપેન મુકવી હોય તો પણ જ્યાં મુકવાની હોય તે જગ્યા પહેલા બરાબર જોવી પડે, પછી ત્યાં પૂંજવું પડે... એ પછી જ ત્યાં બોલપેન મુકાય. આ તો એક દૃષ્ટાંત આપ્યું, એમ
દાંડો લેતા કે મુકતા, ટેબલ-પાટ વગેરે હલાવતા કે એક સ્થાનેથી બીજા સ્થાને ઉંચકીને મુકતા, ટેબલ કે પાટ પર રહેલા આપણા હાથ જરાક પણ હલાવતા, સ્વાધ્યાયાદિ માટે બેઠા હોઈએ ત્યારે પગને જરાક પણ હલાવવાના હોય ત્યારે,
પાત્રા પ્રતિલેખન કરીને એક પછી એક વારાફરતી જમીન પર મુકવાના હોય ત્યાં દરેક વખતે,
ઉપધિ પ્રતિલેખન કરીને એક પછી એક વારાફરતી જમીન પર મુકવાના હોય ત્યાં દરેક વખતે,
પાણી વહોરીને લાવ્યા બાદ એ ઘડો જ્યાં મુકવાનો હોય ત્યાં, ગોચરી વહોરીને લાવ્યા બાદ એ પાત્રા-તરપણી જે સ્થાનમાં મુકવાના હોય ત્યાં,
સ્પંડિત જવા માટે કામળી-કપડો હાથમાં લેવા જઈએ ત્યારે, પુસ્તક-પ્રત પાત્રાદિ પર પડ્યા હોય એ હાથમાં લેતી વખતે, હાથમાં રહેલ પુસ્તક-પ્રત પાટ-ટેબલાદિ પર મુકવાના હોય તે વખતે, ચશ્મા કાઢીને યોગ્ય સ્થાને મુકવાના હોય ત્યારે, ઉંઘીને ઉક્યા બાદ ચશ્મા હાથમાં લેતી વખતે, 0 0 0 0 0 0 - - - ૨૯૮ ૨૯-૦૯-૦૯-૦૯-૪૨૯-૯-૦ ૯-૯-૯----