________________
* *
* *
*
જ. મહાવતો
*
-
-
આવતીકાલે હું કોઈને પણ આવો ત્રાસ નહિ જ આપું... આમ હું ભવિષ્યમાં આવો ત્રાસ ન આપનારો, બધાને પ્રસન્નતા આપનારો સારો સાધુ બનીશ... એ બધું આમના તરફથી મળેલા આ બધા અનુભવનો જ પ્રભાવ ને? કોની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ? આપણે કેવો વ્યવહાર કરીએ, તો સામેવાળાને ત્રાસ થાય,... આ બધું જ આ બધા દ્વારા મને શીખવા મળી રહ્યું છે. એક મહાન અનુભવી જીવ હું બની રહ્યો છું. આવતીકાલે આ અનુભવ મને સેંકડો-હજારો ઉપર ઉપકાર કરવામાં નિમિત્ત બનવાનો છે... મારી વાતો સાંભળીને લોકો આફરીન પોકારી ઉઠશે કે “ઓહો ! આમણે કેટલું બધું સહન કર્યું.”
આમ એક ગુણવાન આત્મા બનવામાં આ બધા મારા સહાયક છે.
(ઘ) દુઃખ અને સુ:ખ તો છેવટે મનને આધીન છે. બહાર ખરાબમાં ખરાબ પ્રસંગો બનતા હોય તો પણ મન જો સ્વચ્છ-પ્રસન્ન રહે તો દુઃખ લાગતું જ નથી. બહાર સારામાં સારા પ્રસંગો બનતા હોય તો પણ મન જો ઉગમાં ચડી જાય તો દુઃખનો કોઈ પાર રહેતો નથી.
એટલે હું દુઃખી થાઉં છું, તો એ મારો જ દોષ છે. મારા મનની નબળાઈનો દોષ છે. આ બિચારા સંસારીઓ રોજ આઠ-દસ કલાક મજુરી કરે છે, નોકર તરીકે જીવે છે, શેઠના ઠપકાઓ સાંભળે છે... છતાં એ બધા મારી જેમ સંકલેશમાં આવીને નથી જીવતા. એકદમ પ્રસન્નતાથી જ જીવે છે. તેઓ સમજે છે કે “આ બધું તો થવાનું જ, એ નિભાવવું જ પડે... તો હું પણ આ રીતે મારા મનને મનાવી લઉં તો કોઈ ખેદ પછી ન થાય. | (ચ) “ ટ્રાથિરું પથ'' આ સૂત્રના આધારે મનને મનાવવું સહેલું છે. આપણને જે દુઃખો છે, એના કરતા હજારગણા દુઃખવાળા જીવો આ સંસારમાં અઢળક પ્રમાણમાં છે એમનો વિચાર કરીએ તો આપણું દુઃખ સુખ જ લાગે.
સાસરામાં પતિનો માર ખાતી, સાસુ-સસરાની ગાળો ખાતી, પતિના લફરાઓને નરી આંખે જોતી, છેલ્લે સાસુ-સસરા-પતિ દ્વારા કરાતી હત્યાનો, સળગી જવાનો ભોગ બનતી હજારો સ્ત્રીઓ આ વિશ્વમાં છે... એને યાદ ન કરીએ ?
રોજના દસ-દસ કલાક ઢોરમજૂરી કરતા, ભઠ્ઠીઓ પાસે ગરમીમાં સેકાતા, માંદગીના કારણે કામ પર ન જઈ શકે તો પગાર-કપાત ભોગવતા, ગમે તે ઘડીએ નોકરીમાંથી કાઢી મુકવામાં આવે... એ રીતે અદ્ધર શ્વાસે જીવતા, પોતાના પરિવારથી વર્ષો સુધી અલગ જ રહેતા... કેટલાંય જીવંત માનવશબોને શું આપણે ન યાદ કરી શકીએ ?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ ખુલ્લા ખેતરોમાં ખેડવાના કામ માટે કલાકો સુધી શ્રમ કરતા, ગાડામાં જોડાઈને અતિશય ભાર વેંઢારતા, માર ખાઈ ખાઈને મુંગા મુંગા આંસુ સારતા, છેલ્લે ચીસો પાડીને કતલખાનાઓમાં કપાઈ જતા લાખો ઢોરોને આપણે ન વિચારી શકીએ ?