________________
આe-8------જલન મહાવ્રતોની રક્ષાતો-વૃદ્ધિનો અમોઘ ઉપાય : ભાવતાઓ -------- કરી લે છે ને ? એ જીવો પ્રત્યે અરૂચિ ઉત્પન્ન થાય છે ને ? એમનું કાંઈપણ ખરાબ થાય તો “સારું થયું. એ એને જ યોગ્ય હતા.” એવા એવા વિચારો આવી જાય છે ને ?
આ સ્પષ્ટ રીતે ભાવહિંસા જ છે ને ?
આ વખતે મનોગુપ્તિને આત્મસાત કરી હોય તો આ ભાવહિંસાથી આપણે ચોક્કસ વેગળા રહી શકીએ.
(ક) મેં પૂર્વભવમાં એવા જ કોઈક પાપો કર્યા હશે કે જેનો ઉદય આજે ચાલે છે અને એના કારણે આ બધું બને છે. જો હું સહન કરીશ તો એ જૂના કર્મો ભોગવાઈને ખતમ થશે અને નવા કર્મો નહિ બંધાય. પણ જો હું દ્વેષ કરીશ, પ્રતીકાર કરીશ, આવેશ લાવીશ તો નવા કર્મો પાછા બંધાશે, એ ભવિષ્યમાં પાછી આજ હેરાનગતિ ઊભી કરશે... એવો ખોટનો ધંધો કોણ કરે? હવે તો આ જે કર્મોનું દેવું છે, એ ચૂકવી દઉં, નવું દેવું ઊભું ન થાય એ માટે જાગ્રત રહું એ જ મારું કર્તવ્ય છે.
(ખ) મને જે પરેશાની થાય છે, એમાં નિમિત્ત બનનારા આ બધા જીવો તો મારા પરમ ઉપકારી છે કે તેઓ દેવું ચૂકવવામાં મને સહાય કરે છે. જેમ સંસારીઓને કરોડ રૂપિયાનું દેવું હોય અને કોઈ ઉદાર માણસ એને દેવું ચૂકવી આપવામાં સહાય કરે તો એ માણસ ઉપકારી જ ગણાય ને? દેવાદારને પણ એ માણસ તરફ સદ્ભાવ જ થાય ને ? દેવાદાર બધે એ માણસની પ્રશંસા જ કરે ને ? કે “આ મારા પરમ ઉપકારી છે, મારું દેવું ચૂકવી આપવામાં મને જબરજસ્ત સહાય કરી છે. એમણે સહાય ન કરી હોત, તો મારું દેવું કેમ ચૂકતે થાત ?”
બસ, એ જ રીતે આ બધા તો મારા કર્મ રૂપી દેવાના વિનાશ માટે મને પુષ્કળ સહાયક બની રહ્યા છે. મારે એમનો ઉપકાર કેમ વીસરાય? આ બધા તો મારા અનંત ઉપકારી છે. ગજસુકુમાળે અગ્નિની પાળ બાંધનારા સસરાને, બંધક મુનિએ શરીરની ચામડી ઉતરડી નાંખનારા મારાઓને (કસાઈઓને), મેતારક મુનિએ આંખોના ડોળા બહાર કઢાવી નાંખનારા સોનીને, અવંતિ સુકમાલે બે પ્રહરમાં પોતાનું અડધું શરીર ખાઈ જનારા શિયાળીયાઓને, કુરગડુએ પોતાના પાત્રમાં થુંકનારા મુનિઓને ઉપકારી જ માન્યા છે ને ?
શું આ બધાની વિચારધારા ખોટી હતી? ખોટી હોત તો એમનું હિત થાત? પણ આ બધાનું કલ્યાણ જ થયું છે... તો મારે પણ આ બધાને મારા ઉપકારી જ કેમ ન માનવા? એમના પ્રત્યે અહોભાવ કેમ ન રાખવો ?
(ગ) આ બધા તો મારામાં અનેક ગુણો વિકસાવી આપવાનું કામ કરે છે. આ બધું સહન કરવાથી મારામાં સહનશીલતા વધે છે. આ બધો ત્રાસ હું જાતે અનુભવું છું, એટલે -------------------------- ૨૯૫ - - - - - - - - - - - - - - - -