________________
મહાવ્રતોની રક્ષાતો-વૃદ્ધિતો અમોઘ ઉપાય : ભાવતાઓ
કેટલું વર્ણન કરવું ?
દુનિયા દુ:ખીઓથી જ ભરેલી છે. એમાં આપણા દુઃખની તો કોઈ કિંમત જ નથી, એની કોઈ નોંધ લેવા ય તૈયાર નથી. બસ, એક માત્ર આપણે જ આપણા અણુ જેવા દુઃખને મેરુ જેવા ધારીને હાથે કરીને દુઃખી થઈએ છીએ. ભૂલ આપણી જ છે. એમાં બીજાને ગાળો દેવાનો કોઈ અર્થ ખરો ?
આવી તો અનેકાનેક વિચારધારાઓ છે, જેને આધારે જીવ મનોગુપ્તિ સાધી શકે છે. એમાં સંકલ્પ-વિકલ્પો ઉઠતા નથી. દરેક જીવ પ્રત્યે સાહજિક રીતે જ મૈત્રીભાવની અમૃતધારા ચાલ્યા જ કરે, દરેક જીવ પ્રત્યે લાગણીના ફુવારાઓ ઉઠ્યા જ કરે, દરેક જીવ આપણને આપણો લાગે-પ્યારો લાગે- વ્હાલો લાગે... આ મારો શત્રુ ! આ મારો વિરોધી ! આ મારો નિંદક ! આ મારો હિતદ્વેષી ! આ મારો ઈર્ષ્યાળુ ! આ મને પરેશાન કરનાર ! આ મને ગાળો દેનાર ! આ મારું અપમાન કરનાર ! આવો એકપણ વિચાર કદીપણ મનમાં ઉભો જ ન થાય. આપણા શબ્દકોશમાંથી આ બધા જ શબ્દો કાયમ માટે વિદાય લઈ લે. “શિવમસ્તુ સર્વજ્ઞાતઃ'' એ શબ્દો માત્ર આપણી જીભે નહિ, પણ આપણા રૂંવાડે રૂંવાડે નાદ પોકારતા હોય, એ માત્ર પળભર નહિ, પણ જીવનભર આપણા જીવનમાં આત્મસાત્ થયેલા હોય...
આપણે સમગ્રજીવોની માંતાના વાત્સલ્યની અનુભૂતિ કરીએ ! આપણે સમગ્રજીવોના પરમમિત્ર તરીકે જાતને અનુભવીએ !
આમાંય જેઓ આપણને દુ:ખ દે છે, પરેશાન કરે છે, ઈર્ષ્યા કરે છે, આગળ વધતા અટકાવે છે... એ બધા તો આપણા વધુ વહાલા મિત્ર ! વધુ પ્યારા મિત્ર ! વધુ નિકટના સ્વજન !
મૈત્રીભાવથી ગર્ભિત આવી મનોગુપ્તિ જો આપણે સાધી લઈએ, તો ભાવ હિંસા ઉત્પન્ન જ ન થાય, પ્રથમ મહાવ્રત કદી દુષિત ન થાય.
(મનોગુપ્તિ માટે વિશેષ વર્ણન જોવું હોય, તો ‘અષ્ટ પ્રવચન માતા’ પુસ્તકની મનોગુપ્તિ વાંચવી...)
(૨) એષણા : આપણને મોક્ષ જ જોઈએ છે, એ વાતમાં તો કોઈ જ વિવાદ નથી. પણ એ મોક્ષ માટે રત્નત્રયીની જરુર છે, એ રત્નત્રયીને માટે શરીરની જરુર છે. શરીરને ટકાવવા માટે આહાર-પાણીની જરુર છે.
આહાર એવો ઓડકાર ! એ ન્યાયે જો સાધુનો આહાર દોષિત, તો સાધુનું જીવન દોષિત ! માટે જ નિર્દોષગોચરી માટે મોટા મોટા શાસ્ત્રોની રચના કરવામાં આવી છે.
એમાં ય ૪૨ દોષમાંથી મોટા ભાગના દોષો તો હિંસાદોષના નિવારણ માટે જ છે. પ્રાયઃ દરેકે દરેક દોષોમાં નાની-મોટી હિંસા થાય છે, માટે જ એ ૪૨ દોષોનો ત્યાગ કરવો.
******
*************