________________
જ
જ
જ મહાવત
પરિસ્થિતિ ઊભી થાય તો પણ શમભાવમાં રહેવું એનું નામ મનોગુપ્તિ !
અહિંસાની દૃષ્ટિએ વિચારણા કરીએ તો કોઈપણ જીવ આપણું અહિત કરનાર આપણને લાગે ત્યારે આપણને એના પ્રત્યે ગુસ્સો ચડે, આપણને એનું અહિત કરવાનું મન થાય, આપણે એનું અહિત ન કરીએ તો પણ એનું અહિત જો બીજી કોઈ રીતે થઈ જાય...તો એમાં આપણને હર્ષ થાય...
આ એક પ્રકારની ભાવહિંસા છે. કોઈ પણ જીવ પ્રત્યેનો તિરસ્કાર ભાવ, અરૂચિ ભાવ, ધિક્કાર ભાવ, નિષ્ફર ભાવ, આવેશભાવ, એ બધા જ ભાવહિંસાના સ્વરૂપો છે.
મનોગુપ્તિને જો આત્મસાત્ કરવામાં આવે તો આવા કોઈપણ ભાવો ન જાગે, અને તો પ્રથમ મહાવ્રત સહેલાઈથી પાળી શકાય. આ પદાર્થ દષ્ટાંત દ્વારા વિચારીએ.
ધારો કે આપણા ગુરુને આપણા માટે વિશેષ લાગણી નથી,
ધારો કે સહવર્તીઓમાંથી કોઈક વારંવાર આપણને પરેશાન કરે છે, નાની નાની વાતોમાં આપણને ઠપકો આપે છે, બીજા આગળ ફરિયાદ કરે છે, આપણી બદનામી કરે છે.
ધારો કે ગ્રુપમાં જાણી જોઈને આપણને વધારે કામ સોંપવામાં આવે છે,
ધારો કે કોઈક સહવર્તીઓ આપણી સાથે અબોલા લઈ લે છે, આપણે બોલાવીએ તો પણ બોલતા નથી.
ધારો કે ગુરુ બીજા બધાને શિષ્ય કરી આપે છે, પણ આપણા શિષ્ય થવા દેતા નથી, થતા હોય તો અટકાવે છે.
ધારો કે ગુરુ બીજા બધાને વ્યાખ્યાનાદિમાં આગળ વધારે છે. પણ આપણને આગળ વધવા દેતા નથી – એવી અનુકૂળતા કરી આપતા નથી.
ધારો કે આપણે માંદા પડીએ ત્યારે કોઈ આપણી સેવા કરતું ન હોય-ચાલુ માંદગીમાં પણ આપણે આપણા પ્રતિલેખનાદિ કાર્યો સ્વયં જ કરવા પડતા હોય,
ધારો કે ગુરુજનો કે વ્યવસ્થાપક ગોચરી માંડલીમાં બીજાઓને ખૂબ સાચવે, એમને સારી સારી વસ્તુઓ આપે પણ આપણા તરફ બિલકુલ ધ્યાન ન આપે. આપણી નોંધ જ ન લે.
ધારો કે આપણી ભણવા માટેની ખૂબ ઈચ્છા હોય, શક્તિ હોય પણ ગુરુ તરફથી અભ્યાસ માટેની કોઈપણ વ્યવસ્થા જ ન ગોઠવાય,
ધારો કે આખા ગ્રુપમાં આપણે કોઈને પ્રિય ન બનતા હોઈએ, કોઈને આપણા માટે અંતરની લાગણી ન હોય....
શ્રમણજીવનમાં ક્યાંક ક્યાંક ક્યારેક ક્યારેક આવું બધું પણ બની શકે છે ને ? એ જ વખતે આપણું મન ગુરુ પ્રત્યે - વ્યવસ્થાપક પ્રત્યે - સહવર્તીઓ પ્રત્યે દ્વેષભાવ ધારણ જ
૯૯ જાત જા૨૯૪૯ ૯૯૯૯૯૯૯૯૯૯૯