________________
------------૦૯- પ્રથમ મહાવત કરી છે જે લાલ -
કેવલી ભગવંતો જિનકલ્પી વગેરે મહાત્માઓ... આ બધા દ્વારા પણ જીવ મરે ખરા, પણ તેમાં પ્રમાદયોગ ન હોવાથી એ બધાને ત્રીજો ભાંગો લાગુ પડે છે. અને ત્રીજા ભાંગામાં ખરેખર હિંસા ન કહેવાય, એટલે જ મહાવ્રતનો ભંગ પણ ન થાય. એમ આપણા જીવનમાં વર્તમાનકાળમાં પણ જો તે તે બાબતોમાં પ્રમાદયોગ ન હોય તો એમાં મહાવ્રતનો ભંગ થતો નથી જ, ભલે એમાં બાહ્યદૃષ્ટિએ જીવોની વિરાધના થઈ હોય.
એટલે આ વાત બરાબર ધ્યાનમાં લેવી કે જ્યાં પ્રમાદયોગ છે, ત્યાં જ હિંસા ગણાય છે. જ્યાં પ્રમાદયોગ નથી, ત્યાં કોઈપણ હિસાબે હિંસા ગણાતી નથી. બાહ્યદષ્ટિએ જીવવિરાધના થાય તો પણ એમાં હિંસા ગણાતી નથી.
રે ! માત્ર હિંસામાં જ નહિ, જૂઠ, ચોરી વગેરે બધામાં આ વાત સમજી લેવાની છે. પણ એ વાત આપણે જયારે તે તે મહાવ્રતોનું વર્ણન આવે ત્યારે જ કરશું.
શિષ્ય : પ્રમાદયોગ એટલે શું ?
ઉત્તર : પ્રમાદયોગનું વર્ણન શાસ્ત્રોમાં જુદી જુદી રીતે દર્શાવવામાં આવ્યું છે. સંબોધસિત્તરીમાં કહ્યું છે કે
मज्जं विषयकषाया निद्रा विकहा य पञ्चमी भणिआ । एए पञ्च पमाया जीवं पाडंति संसारे ॥ દારૂ, વિષય, કષાય, ઉંઘ, વિકથા આ પાંચ પ્રમાદો જીવને સંસારમાં પાડે છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં આઠ પ્રકારનો પ્રસાદ પણ દર્શાવેલો છે.
(૧) અજ્ઞાન (૨) સંશય (૩) વિપર્યય (૪) રાગ (૫) દૈષ (૬) મતિભ્રંશ (૭) યોગદુપ્રણિધાન (૮) ધર્મ-અનાદર.
આ રીતે જૂદા જૂદા વર્ણન જોવા મળે છે. શાસ્ત્રકાર મહર્ષિઓ જૂદી જૂદી વિવક્ષાને આધારે જુદી જુદી પ્રરૂપણા કરે એમાં કોઈ જ દોષ નથી.
મુખ્યત્વે પ્રમાદ ત્રણ પ્રકારનો સમજવો (૧) રાગ (ર) ઢેષ (૩) શક્તિનિગૃહન પ્રશ્ન : મુખ્ય પ્રમાદ આ ત્રણ છે. એવું કયા આધારે કહેવાય ?
ઉત્તર : આ ત્રણ પ્રમાદમાં બધા જ પ્રમાદોનો સમાવેશ થઈ જ જાય છે, માટે મુખ્યત્વે આ ત્રણ પ્રમાદો દર્શાવ્યા છે. વળી મહોપાધ્યાયજીએ લખ્યું છે કે રાષિયરિવ શવિતાનિ હનચાપિ ચારિત્રપ્રતિબસ્થાત્ રાગદ્વેષની જેમ શક્તિનિગૂહન પણ ચારિત્રપ્રતિબંધક છે.
આમ અહીં ચારિત્રના પ્રતિબંધક તરીકે રાગ-દ્વેષ અને શક્તિનિગૂહનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એટલે મુખ્યત્વે એ ત્રણ પ્રમાદ છે, એમ દર્શાવેલું છે.