________________
- - - - - - - - - મહાવતો હલ ૯-૯ ૯ --
એ ટકાવારી ભલે ગમે તે હોય, પણ એક વાત તો પાકી ને? કે જેનો ચારિત્રમોહનો ક્ષયોપશમ મંદ હશે, તેઓ જો અપવાદ સેવશે, તો ધીમે ધીમે તેઓનો ચારિત્રપરિણામ ખતમ થઈ જશે, તેઓ માત્ર વેશધારી બની રહેશે.
માટે જ જે સાચા સાધુઓ હોય, તેઓ તો અપવાદમાર્ગનું સેવન કરતા પણ ગભરાય. “આ અપવાદ સેવતા સેવતા મારો પરિણામ ખલાસ થઈ જશે તો ? મારો ચારિત્ર મોહનો ક્ષયોપશમ નબળો હશે તો? તો હું સાધુતા ગુમાવી બેસીશ. ના, ના. મારે મારી સાધુતા ગુમાવવી નથી. એ માટે હું અપવાદમાર્ગનું પણ સેવન નહિ કરું... એનાથી દૂર ભાગીશ.”
આ નકરું સત્ય છે, માટે જ યતિજીતકલ્પમાં અપવાદમાર્ગનું વર્ણનાદિ કર્યા પછી પણ છેલ્લે તો કહ્યું જ કે “RUાપડિલેવા ન વિ ટુ ન નિસિપ્લી.. કારણસર દોષ સેવન કરવું એ જો કે નિષિદ્ધ નથી, છતાં પણ કારણસર પણ દોષ-સેવન ન કરાય, થોડુંક સહન કરી લેવાય તો વધુ સારુ.
એટલે તું બહુ સ્પષ્ટ રીતે સમજી લે કે ૧. ઉત્સર્ગમાર્ગ એ આરાધના જ છે, તે કર્મક્ષય આપે જ છે. ૨. અપવાદમાર્ગ એ આરાધના જ છે, તે પણ કર્મક્ષય આપે જ છે. ૩. પણ અપવાદમાર્ગ અપવાદમાર્ગ રૂપે ટકાવી રાખવો અત્યંત કપરો છે. ૪. માટે થોડુંક ખેંચીને પણ અપવાદમાર્ગ ત્યાગી, ઉત્સર્ગમાર્ગ પકડી રખાય તે સારું.
૫. માટે જ ખરું કારણ હોય તો પણ યતનાપૂર્વક પણ અપવાદ સેવવાને બદલે ઉત્સર્ગની આરાધના કરવી.
શિષ્ય : તો તો ખોટું થશે. શાસ્ત્રોમાં લખ્યું છે કે “જે સાધુ અપવાદના સ્થાને ઉત્સર્ગની આરાધના પકડી રાખે, તે વિરાધક બને.” તમે તો મને અપવાદના સ્થાને પણ ઉત્સર્ગની આરાધના જ પકડી રાખવાનો ઉપદેશ આપો છો, આ તો તમે મને ઉન્માર્ગે ધકેલો છો. તમારી આ વાત મને સમજાતી નથી.
ગુરુ : પહેલી વાત તો એ કે આ ઉપદેશ મેં મારી રીતે સ્વતંત્રમતિથી નથી આપ્યો. મેં તને અત્યારે જ ાર પડિલેવા.... એ ગાથા દર્શાવી જ છે ને ? એટલે અપવાદના સ્થાને પણ ઉત્સર્ગ સેવવાની વાત ખુદ શાસ્ત્રકાર ભગવંતોની જ છે, મારા ઘરની નથી.
બીજી વાત એ કે એકબાજુ તે દર્શાવેલી વાત પણ શાસ્ત્રીય છે કે “અપવાદના સ્થાને ઉત્સર્ગ સેવનાર વિરાધક બને.” અને મેં દર્શાવેલી વાત પણ શાસ્ત્રીય છે કે “અપવાદસેવનનું કારણ હાજર હોય તો પણ ઉત્સર્ગ સેવવો...”
હવે આ બેય વાતો પરસ્પર વિરોધી લાગે છે ને ?